નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલે ગત સપ્તાહે એસબીઆઈના નેતૃત્વમાં આ કંપની વિરુદ્ધ સુનાવણી માટે અરજી સ્વીકારી હતી. વીડિયોકોનને લોન આપનાર બેન્કોએ એસબીઆઈના નેતૃત્વમાં અપીલ કરી છે કે આગામી 180 દિવસોમાં હરાજી દ્વારા આ કંપનીના નવા માલિકની પંસદગી કરવામાં આવે. વીડિયોકોન કંપની વેણુગોપાલ ધૂતની ફ્લેગશિપ કંપની છે. આ કંપની પર બેંકોના હજારો કરોડ રૂપિયાનું દેવું છે.
3/6
બ્રાઝીલ પર પણ આરોપ લગાવતા કહ્યું કે, બ્રાઝીલમાં આ કંપનીના તેલ અને ગેસનો બિઝનેસ સરકારી નીતિના કારણે ડૂબવાની અણી પર છે. સુપ્રીમ કોર્ટને લઇને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે દ્વારા લાયસન્સ રદ્દ કરવાના કારણે ટેલીકમ્યુનિકેશન્સનો બિઝનેસ ઠપ પડી ગયો. તેની નકારાત્મક અસર ગ્રુપની બેલેન્સશીટ પર પડી છે.
4/6
નવી દિલ્હી: દેવામાં ડૂબેલી વીડિયોકૉન ગ્રુપે પોતાના ઉપર 39 હજાર કરોડ રૂપિયાના દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલિસીને જવાબદાર ગણાવી છે. તે સિવાય પોતાનો બિઝનેસ ઠપ થઈ ગયો તે માટે દેશના સુપ્રીમ કોર્ટ અને બ્રાઝીલને પણ જવાબદાર ગણાવ્યા છે.
5/6
બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે કંઝ્યૂમર અપ્લાયન્સેસ મેકર કંપની વીડિયોકોને પોતાની ભારેખમ લોન માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે. વીડીયોકોને પોતાની ઉપર થયેલા દેવા માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી નોટબંધીને મુખ્ય કારણ ગણાવ્યું છે.
6/6
વીડિયોકોન દ્વારા કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2016માં પીએમ મોદીના નોટબંધીના નિર્ણયથી કેથોડ રે ટ્યૂબ (સીઆરટી) ટેલીવિઝન્સ બનાવવા જે સપ્લાઇ થતી હતી તે સંપૂર્ણ રીતે ઠપ પડી ગઈ છે. તેના કારણે કંપનીને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. કંપનીએ બિઝનેસ બંધ કરવો પડ્યો.