શોધખોળ કરો
ગેરકાયદેસર રીતે લોન આપનારાઓને મળશે આટલી ભયાનક સજા! સરકાર લાવવા જઇ રહી છે બિલ
ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ યુઝર્સની હેરાનગતિથી પરેશાન લોકોને હવે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. નિર્દોષ લોકોને દેવાની જાળમાં ફસાવીને શોષણ કરનારાઓની હવે ખેર નથી.

પ્રતિકાત્મક તસવીર
1/5

ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ યુઝર્સની હેરાનગતિથી પરેશાન લોકોને હવે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. નિર્દોષ લોકોને દેવાની જાળમાં ફસાવીને શોષણ કરનારાઓની હવે ખેર નથી. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ભારત સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે.
2/5

આ બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. આ અંતર્ગત જે લોકો ડિજીટલ કે અન્ય કોઈપણ માધ્યમથી અનરેગ્યુલેટેડ લોન આપીને લોકોને હેરાન કરે છે તેમને 10 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. એટલું જ નહીં, તેમને 2 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે.
3/5

જો તમને લોન આપીને હેરાન કરવામાં નથી આવ્યા પરંતુ લોન અનરેગ્યુલેટેડ છે અથવા રિઝર્વ બેન્ક અથવા અન્ય કોઈ નિયમનકાર દ્વારા મંજૂર ન હોય તો તમારે સાત વર્ષ સુધીની જેલની સજા ભોગવવી પડશે. 1 કરોડ સુધીનો દંડ પણ ભરવો પડશે.
4/5

ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગે આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેનું નામ ‘Banning of Unregulated Lending Activities (BULA)’ આપ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ બિલમાં ડિજિટલ અથવા અન્ય નાણાં ધિરાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેઓ રિઝર્વ બેન્ક અથવા અન્ય કોઈ નિયમનકાર સાથે નોંધાયેલા નથી અથવા જે જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા નથી.
5/5

બિલનો ડ્રાફ્ટ જનતા માટે સાર્વજનિક કરી દેવામાં આવ્યો છે. આ અંગે 13મી ફેબ્રુઆરી સુધી અભિપ્રાય આપી શકાય છે અથવા કોઈ સુધારો સૂચવી શકાય છે. આ અંતર્ગત પબ્લિક લેન્ડિંગ એક્ટિવિટીને ડિફાઇન કરવામાં આવી છે. આમાં વ્યાજ પર આપવામાં આવેલી કોઈપણ રકમ લોન તરીકે ગણવામાં આવશે. ફક્ત પોતાને અથવા કોઈ સંબંધીને વ્યાજ વગર આપવામાં આવેલ નાણાં જાહેર ધિરાણ પ્રવૃત્તિ હેઠળ આવશે નહીં. આ અંતર્ગત ભારતીય બંધારણની પ્રથમ સૂચિમાં સમાવિષ્ટ એ 20 કાયદાઓને સમાવેશ કરવામાં આવ્યા છે જેનાથી લોન એક્ટિવિટી સંચાલિત કરવામાં આવે છે. આ કાયદાના ઉલ્લંઘનને જેલની સજા અને દંડ સાથે બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવામાં આવશે. આ અંતર્ગત ઓછામાં ઓછી બે વર્ષની સજા આપવામાં આવશે.
Published at : 20 Dec 2024 02:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
