શોધખોળ કરો

Budget 2026: હવે જેલની સજા નહીં! બજેટમાં આ કડક નિયમોમાં થયો ફેરફાર, માત્ર દંડ ભરીને ઉકેલાશે મામલો

કરદાતાઓને મોટી રાહત. નવા કાયદા મુજબ હવે નાની ટેકનિકલ ભૂલો માટે જેલ નહીં થાય. વિદેશી સંપત્તિ અને TDS ના નિયમો હળવા કરાયા છે. નવો કાયદો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે.

Budget 2026 Income Tax Updates: નવી દિલ્હીથી કરદાતાઓ માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય બજેટ 2026 (Budget 2026) ભલે મધ્યમ વર્ગ માટે ટેક્સ સ્લેબમાં કોઈ મોટો ઘટાડો લાવ્યું ન હોય, પરંતુ સરકારે જે 'સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ' (માળખાગત સુધારા) કર્યા છે તેનાથી લાખો કરદાતાઓને શાંતિ મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કર વ્યવસ્થાને 'સજાલક્ષી' ને બદલે 'સુધારાલક્ષી' બનાવી છે. હવે ઇન્કમ ટેક્સમાં નાની-મોટી ભૂલો માટે જેલના સળિયા ગણવા નહીં પડે, પરંતુ માત્ર દંડ ભરીને મામલો થાળે પાડી શકાશે.

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 1 April, 2026 થી દેશમાં 'નવો આવકવેરા કાયદો 2025' (New Income Tax Act 2025) અમલમાં આવશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લિટીગેશન (કોર્ટ કેસ) ઘટાડવાનો અને સિસ્ટમને સરળ બનાવવાનો છે. સરકાર હવે કરદાતાઓને ડરાવવાને બદલે કાયદાનું પાલન કરાવવા પર વધુ ભાર મૂકી રહી છે, જે એક મોટો બદલાવ છે.

બજેટમાં સૌથી મોટી રાહત 'બ્લેક મની એક્ટ' હેઠળ આપવામાં આવી છે. નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ વિદેશી સંપત્તિ (Foreign Assets) જાહેર કરવાનું ચૂકી જાય, પરંતુ તેની કિંમત ₹20 Lakh થી ઓછી હોય (બિન-સ્થાવર મિલકત), તો હવે તેની સામે કાનૂની કાર્યવાહી કે જેલની સજા થશે નહીં. શરત એટલી કે તે આવક પર ટેક્સ ભરેલો હોવો જોઈએ. અગાઉ નાની રકમની ભૂલ માટે પણ કડક સજાની જોગવાઈ હતી, જે હવે દૂર થઈ છે.

વિદેશમાં વસતા ભારતીયો (NRIs) માટે ભારતમાં મિલકત વેચવી હવે સરળ બનશે. પહેલા મિલકત વેચતી વખતે TDS જમા કરાવવા માટે NRI એ અલગથી 'TAN નંબર' લેવો પડતો હતો, જે એક જટિલ પ્રક્રિયા હતી. પરંતુ હવે TAN ની જરૂર નથી. મિલકત ખરીદનાર ભારતીય નાગરિક પોતાના 'PAN કાર્ડ' દ્વારા જ TDS કાપીને જમા કરાવી શકશે. આનાથી પ્રોસેસ ખૂબ ઝડપી બનશે.

ઘણીવાર વેપારીઓથી એકાઉન્ટ ઓડિટ (Audit) કરાવવામાં મોડું થાય અથવા દસ્તાવેજોમાં કોઈ ટેકનિકલ ભૂલ રહી જાય તો ભારે દંડ અને સજા થતી હતી. હવે સરકારે વલણ બદલ્યું છે. આવી ભૂલોને હવે ગંભીર 'ગુનો' ગણવાને બદલે માત્ર 'વહીવટી ક્ષતિ' ગણવામાં આવશે અને તેના માટે મામૂલી ફી કે દંડ વસૂલાશે.

વળી, જો કોઈ કેસમાં કરદાતાને અન્યાય લાગે અને અપીલ કરવી હોય તો પહેલા ટેક્સની 20% રકમ ડિપોઝિટ તરીકે ભરવી પડતી હતી. આ રકમ ઘટાડીને હવે 10% કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે દંડની રકમ પર હવે વ્યાજ પણ નહીં લાગે, જેથી કરદાતાઓ પરનું આર્થિક ભારણ ઘટશે.

ટૂંકમાં, સરકારનો હેતુ સ્પષ્ટ છે કે ટેકનિકલ ભૂલો માટે લોકોને કોર્ટના ધક્કા ન ખાવા પડે. આ સુધારાઓથી કરદાતાઓ અને ટેક્સ વિભાગ વચ્ચેનો વિશ્વાસ વધશે અને બિનજરૂરી કાનૂની વિવાદોનો અંત આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનાની ચમક વધી તો ચાંદી પડી ઝાંખી, જાણો આજની લેેટેસ્ટ કિંમત
Gold Silver Price Today: સોનાની ચમક વધી તો ચાંદી પડી ઝાંખી, જાણો આજની લેેટેસ્ટ કિંમત
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Advertisement

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
Embed widget