નોંધનીય છે કે, એરટેલ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ પબ્લિક લિમિટેડ કંપની છે, જે ભારતી એરટેલની સહાયક છે. આને 11 એપ્રિલ 2016ના રોજ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ વ્યવસાય માટે લાયસન્સ મળ્યું હતું.
2/6
એરટેલનું માનીએ તો એરેટલ પેમેન્ટ બેન્કના ગ્રાહકોને આ વર્ષના અંત સુધી આ સુવિધા 1,00,000 લાખ એટીએમ પર મળશે.
3/6
એરટેલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે એરટેલ પેમેન્ટ બેન્કના ખાતાધારકોને વર્તમાનમાં આ સુવિધા 20,000 આઇએમટી સક્ષમ એટીએમ પર અવેલેબલ થશે.
4/6
આઇએમટી દુનિયાનો સૌથી મોટુ કાર્ડ વિનાનું રોકડ એટીએમ નેટવર્ક છે અને આનો નિર્માણ એમપે પેમેન્ટ સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.
5/6
ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર ટેકનોલૉજી (આઇએમટી)નો ઉપયોગ કરીને આ પેમેન્ટ કરવામાં આવશે.
6/6
નવી દિલ્હીઃ ભારતમાં એરટેલ પેમેન્ટ બેન્કે નવી પહેલ કરી છે. જે અંતર્ગત હવે એરટેલ પેમેન્ટ બેન્કના ગ્રાહકો દેશમાં કેટલાક સિલેક્ટેડ એટીએમ મશીમાંથી કાર્ડ વિના રોકડ રકમ કાઢી શકે છે.