નવી દિલ્હીઃ દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણીનો કોમ્યૂનિકેશન બિઝનેસ નાદાર થવાને આરે પહોંચી ગયો છે. ભારતમાં એક સમયે મોબાઈલ સેવા આપતી કંપનીઓમાં ટોપ પર રહેલ રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડે નાદારી માટે અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ કોમ્યૂનિકેશન લિમિટેડ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચમાં નાદારાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે.
2/4
દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની આરોકોમે કહ્યું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બોર્ડ ઓફ ડાયરેકટર્સે NCLTના માધ્યમથી ઋણ સમાધાન યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે તેના આધાર પર બોર્ડ ઓફ ડાયરેકટર્સે નક્કી કર્યું કે કંપની એનસીએલટી મુંબઇ દ્વારા ઝડપથી સમાધાનનો વિકલ્પ પસંદ કરશે. કંપનીએ કહ્યું કે અનેક જટલિતાઓના લીધે કંપની NCLTની પાસે ગઇ છે. અહીં તમામના દેવાને પારદર્શી અને સમયબધ્ધ પ્રક્રિયામાં એટલે કે 270 દિવસની અંદર ઉકેલ આવી શકશે.
3/4
શુક્રવારના રોજ રજૂ કરાયેલા એક નિવેદનમાં અનિલ અંબાણીના નેતૃત્વવાળી ફર્મ એ કહ્યું કે કંપનીએ NCLTની જોગવાઇની અંતર્ગત ડેબ્ટ રિઝોલ્યુશન પ્લાન પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના મતે તેને ઉધાર આપનારાઓની વચ્ચે સહમતિ બની શકી નથી. આ સિવાય કેટલાંય કાયદાકીય પડકારોના લીધે પણ લોનની ચૂકવણીમાં આરકોમને મુશ્કેલી પડી રહી છે.
4/4
કંપનીએ નિવેદનમાં કહ્યું કે આરકોમ અને તેની બે સબ્સિડરી કંપનીઓ રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇંફ્રાટેલ લિમિટેડ બોર્ડ ઓફ ડાયરેકટર્સના નિર્ણયને લાગૂ કરવા માટે ચોક્કસ પગલાં ઉઠાવશે. નિવેદન પ્રમાણે આ નિર્ણયને કંપનીની બીજી સબ્સિડરી કંપનીઓ પર કોઇ અસર પડશે નહીં.