હેકરોએ તેના દ્વારા 94.42 કરોડ રૂપિયા દેશના બહાર મોકલ્યા છે. ચોરની કરવામાં આવેલ વિગતોના આધારે 12 હજાર જેટલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા. આ તમામ ટ્રાન્ઝેક્શન દેશની બહાર થયા છે. આ 12 હજાર ટ્રાન્ઝેક્શન દ્વારા 78 કરોડ રૂપિયા ચોરવામાં આવ્યા છે.
2/4
ન્યૂઝ એજન્સી એએનાઈ અનુસાર એક અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ અને હોંગકોંગની સંબંધિત કંપની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. નોંધનયી છે કે, જે રીતે ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધી રહ્યો છે તે રીતે ડિજિટલ ફ્રોડની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા ફ્રોડ કરવા માટે અનેક રીત અપનાવી રહ્યા છે. તેમાં માલવેર દ્વારા સિસ્ટમને હેક કરવા સહિત ક્લોનિંગ પણ સામેલ છે.
3/4
ઉપરાંત આવા જ 2800 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. તેમાં અંદાજે 80 લાખની ચોરી કરવામાં આવી છે. એક ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા હોંગકોંગના હેંગસેંગ બેંકમાં મોકલવામાં આવ્યા છે. આ રૂપિયા એએલએમ ટ્રેડિંગ લિમિટેડના નામે મોકલવામાં આવ્યા હતા. આ બેનિફિશિયરીને 12 કરોડ રૂપિયા મળ્યા છે. આ પ્રકારના ફ્રોડ દ્વારા અંદાજે 94 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે.
4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી જૂની કો-ઓપરેટિવ બેંકોમાંથી એક કોસમોસ બેંકના એટીએમ સર્વરને હેક કરીને હેકરો 94 કરોડ રૂપિયા ઉડાવી ગયા. હેકરોએ સર્વ બેંક કરીને બેંકના રૂપે અને વીઝા ડેબિટ કાર્ડની વિગતો ચોરી લીધી. બાદમાં આ વિગતોનો ઉપયોગ કરીને વિદેશમાં રૂપિયાની હેરા-ફેરી કરી છે.