તમારા ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા બાદ તમે એટીએમમાંથી રોકડ ઉપાડ કરો તો તમારે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને સર્વિસ ટેક્સ ચૂકવવો પડતો હતો. જોકે હવે 30 ડિસેમ્બર સુધી કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
2/5
અત્યાર સુધીના મિયમો અનુસાર જો તમે તમારી બેંકના એટીએમમાંથી મહિનામાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરો છો તો કોઈ ફી નથી લાગતી અને અન્ય બેંકના એટીએમમાંથી મહિનામાં 3 ટ્રાન્ઝેક્શન અથવા રોકડ ઉપાડ કરવા પર કોઈ ફી નથી લાગતી. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન એટીએમ દ્વારા કરો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડતી હતી.
3/5
એક દિવસમાં 2000 રૂપિયાથી વધારે રોકડ ન ઉપાડી શકવાને કારણે તમે એક મહિનામાં ગમે તેટલી વખત કાર્ડ સ્વાઈપ કરો તો પણ તમારે કોઈ ફી નહીં ચૂકવવી પડે.
4/5
આજથી દેશભરના તમામ એટીએમ ચાલુ થઈ ગયા છે અને તમે એટીએમ મશીનમાંથી એક દિવસમાં 2000 રૂપિયા ઉપાડી શકો છો. એવામાં તમારે બેંકના એટીએમ સાથે જોડાયેલ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. એટીએમ મશીનમાં કાર્ડ સ્વાઈર કરપાર લેવામાં આપતી ફી માફ કરવામાં આવી છે. તમને ખબર જ હશે કે તે હાલમાં તમે એક દિવસમાં માત્ર 2000 રૂપિઆ જ ઉપાડી શકો છો અને મોટાભાગના એટીએમમાંથી 100 અને 500 રૂપિયાની નોટ જ બહાર આવશે એવામાં તમારે 1 મહિનામાં ઘણાંબધા ટ્રાન્ઝેક્શન કરવા પડી શકે છે.
5/5
8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500-1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની સાથે જ એટીએમમાંથી 1 દિવસમાં રોકડ ઉપાડવાની મર્યાદા પણ 2000 રૂપિયા નક્કી કરી દીધી. 9-10 નવેમ્બરના રોજ એટીએમમાંથી રોકડ ઉપાડવા પર પ્રતિબંધ હતો.