શોધખોળ કરો
નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને થશે ૧.ર૮ લાખ કરોડનું નુકસાન, જાણો કોણે કર્યો આ ધડાકો
1/6

સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
2/6

સીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
Published at : 25 Nov 2016 12:53 PM (IST)
View More




















