PMOના એક અધિકારીએ કહ્યું કે, રિઝર્વ બેંક આ મામલાને જનતા વચ્ચે લઈ ગયું તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેનાથી ઘણી નારાજ છે. આરબીઆઈ પાસેથી આવી અપેક્ષા નહોતી. આ વિવાદની જવાબદારી આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે લેવી જોઈએ.
2/4
સોમવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારના કેટલાક ટોચના અધિકારીઓએ ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે જે પણ થયું તેને ખાનગી રાખવું જોઈએ. સરકાર આરબીઆઈની સ્વતંત્રતાની ઈજ્જત કરે છે પરંતુ તેણે પણ સરકારની જવાબદારીઓ સમજવી જોઈએ.
3/4
સરકાર રિઝર્વ બેંક પર કેટલીક બેંકોને લેંડિગ નિયમોમાં છૂટછાટ આપવા દબાણ બનાવી રહી છે. ઉપરાતં સરકાર દેશમાં પેમેન્ટ સિસ્ટમ માટે એક એલગ રેગ્યુલેટર બનાવવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ સંજોગોમાં થોડા દિવસો પહેલા રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ બેન્કોની સ્વતંત્રતાની વકીલાત કરી હતી. આચાર્યએ કહ્યું કે, સરકાર બેન્કોની સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે નહીં તો તેના વિનાશકારી પરિણામો આવી શકે છે.
4/4
નવી દિલ્હીઃ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે મતભેદના અહેવાલ સામે આવ્યા હતા. આ વાત જાહેર થઈ જવાના કારણે સરકાર નારાજ છે. કેન્દ્રીય બેંક અને સરકાર વચ્ચેના મતભેદ જાહેર થઈ જવાથી રોકાણકારોમાં દેશની છબિ ખરાબ થશે અને તેની અસર દેશમાં આવતા રોકાણ પર પડવાની સરકારને શંકા છે.