શોધખોળ કરો
ક્રેડિટ કાર્ડથી યૂટિલિટી બિલ ચૂકવવા પર બે વખત GST લાગશે એ મેસેજ સાચો છે, જાણો હકીકત
1/6

માટે જીએસટી લાગુ થયા બાદ પણ સમયસર ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરવા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. માત્ર વાર્ષિક ચાર્જ, લેટ પેમેન્ટ ફી, પ્રોસેસિંગ ચાર્જ, ઇન્ટરેસ્ટ, ઈએમઆઈ પર જ જીએસટી ચૂકવવો પડે છે. જે હવે 18 ટકા દરે લાગે છે. માટે જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલ ખરીદી બાદ સમયસર બિલની ચૂકવણી નહીં કરો તો તમારે લેટ પેમેન્ટ ફી જીએસટી સાથે ચૂકવવી પડશે. ઉપરાંત ક્રેડિટ સમય પૂરો થયા સુધીમાં પેમેન્ટ ન કરવા પર વ્યાજ પર પણ તમારે જીએસટી ચૂકવવો પડશે.
2/6

જોકા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને કેન્દ્રિય રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ મહત્ત્વનો ખુલાસો કર્યો છે. હસમુખ અઢિયાએ ટ્વિટરની મદદથી આ અફવા અંગે ખુલાસો કર્યો છે. હસમુખ અઢિયાએ ટ્વિટર પર લખ્યું કે, 'ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા યૂટિલિટી બિલનું પેમેન્ટ કરવા પર બે વખત જીએસટી ચૂકવવો પડશે. જોકે આમાં કોઈ તથ્ય નથી. મહેરબાની કરીને સત્તાવાર ઓથોરિટી પાસેથી તપાસ કર્યા વગર આ પ્રકારની કોઈ અફવાને આગળ ફોરવર્ડ ન કરો.'
Published at : 04 Jul 2017 03:00 PM (IST)
View More























