શોધખોળ કરો
એક વર્ષ સુધી સ્માર્ટફોનન નહીં વાપરો તો આ કંપની આપશે 71 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી
1/4

કોલકાતાઃ સ્માર્ટફોનની આદથી લોકોનું જીવન બર્બાદ થઈ હ્યું છે, તેમ છતાં લોકો વિચાર્યા વગર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો રાખ રૂપિયા આપવા પર પણ ફોન નથી છોડી શકતા. હવે એક કંપનીએ જાહેરાત કરી છે કે એક વર્ષ સુધી મોબાઈલનો ઉપયોગ ન કરનારને 71 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ કંપનીની માલિકી કોકા કોલાની છે. વિટામિન વોટર નામની આ કંપનીને સ્માર્ટફોન સાથે કોઈ લેવા દેવા નથી. કંપનીએ પોતાના માર્કેટિંગ અભિયાન અંતર્ગત સ્માર્ટફોન ઉપોયગ કરનારને આ ટાર્ગેટ આપ્યો છે.
2/4

કંપનીએ કહ્યું છે કે એક વર્ષ માટે જે વ્યક્તિ સ્માર્ટફોન સંપૂર્ણ રીતે છોડી દેશે તો તેને 71 લાખ રૂપિયા આપશે. આ પાછળ મુખ્ય વાત એ જાણવી છે કે શું કોઈ ફોન વગર રહી શકે છે કે નહીં. કંપની આ વાત જાણવા માટે તમારા પર લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરશે અને તપાસ કરશે કે તમે ફોનનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે ફોનનો ઉપયોગ કરતા પકડાઈ જશો તો તમને આ સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આમાં કોઈ કાયદાકીય પ્રક્રીયાનો ઉપયોગ કરાશે નહીં, જેથી તમારે પરેશાન થવાની જરુર નથી.
Published at : 17 Dec 2018 07:54 AM (IST)
View More




















