શોધખોળ કરો
HDFC બેંકે પણ બચત ખાતા પરના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, 50 લાખ સુધીની જમા રકમ પર મળશે 3.5 ટકા વ્યાજ
1/3

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે બચત ખાતા પરના વ્યાજ દર 0.5 ટકા ઘટાડીને 3.5 ટકા કર્યો છે. આ ઘટાડો 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર લાગુ પડશે. બેંક 50 લાખ રૂપિયાથી વધારેની જમા રકમ પર 4 ટકાના દરે વ્યાજ આપશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ ઉપરાંત એક્સિસ અને બેંક ઓફ બરોડાએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.
2/3

એચડીએફસી બેંકે નિયામકીય સૂચના જણાવ્યું કે, બચત દરની સમીક્ષા બાદ જે ગ્રાહક પોતાના ખાતામાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ રાખશે તેને વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળસે. જે ગ્રાહકના ખાતામાં 50 લાખ રૂપિયાથી ઓછી રકમ હશે તેને 3.5 ટકા વ્યાજ મળશે.
Published at : 17 Aug 2017 12:35 PM (IST)
View More























