સ્પાઈસજેટની ઓફર અંતર્ગત ટિકિટ બુકિંગ 4-7 ઓક્ટોબર સુધી કરાવી શકાશે અને પ્રવાસ આઠ નવેમ્બરથી 13 એપ્રિલ 2017 સુધી કરી શકાશે. આ ઓફર અંતર્ગત સીટોની મર્યાદિત સીટ છે માટે વહેલા તે પહેલા ધોરણે ટિકિટ આપવામાં આવશે. ઘરેલુ ફ્લાઈટમાં બેંગલુરુ-કોચ્ચિ, દિલ્હી-દેહરાદુન વગેરે રૂટ સામેલ છે.
2/3
જેટ એરવેઝે નિવેદનમાં કહ્યું છે કે, આ ઓફર અંતર્ગત પ્રવાસી 8 નવેમ્બર 2016થી પ્રવાસ કરી શકશે. કંપનીએ કહ્યું છે કે, આ ઓફર જેટ એરવેઝની ભારતમાં ડાયરેક્ટ ફ્લાઈટ માટે માન્ય રહેશે. આ ઓફર વહેલા તે પહેલા ધોરણે લાગુ પડશે.
3/3
ખાનગી ક્ષેત્રની એરલાઈન્સ કંપની જેટ એરવેઝે પંસદીગના ઘરેલુ માર્ગો પર 396 રૂપિયાના ભાડાની ઓફર રજૂ કરી છે. આ પહેલા બે અન્ય ખાનગી એરલાઈન્સ એર એશિયા ઇન્ડિયા તથા સ્પાઈસજેટે પણ વિશેષ ઓફર રજૂ કરી હતી. વિશેષ ભાડા અંતર્ગત ટિકિટ 4-7 ઓક્ટોબર સુધી બુક કરાવી શકાશે.