ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકાની સગાઈ 2018માં થઈ હતી. આ પ્રસંગના ભાગરૂપે બાદમાં મહેતા અને અંબાણી પરિવારે વિવિધ પાર્ટીઓ યોજી હતી. આકાશ અને શ્લોકાની સગાઈની પાર્ટી બાદ અંબાણી પરિવારે ઈશા અને આનંદના સગાઈની પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ ડિસેમ્બર 2018માં ઈશા અને આનંદનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે યોજાયું હતું અને મુંબઈમાં વેડિંગ અને રિસેપ્શન પાર્ટી યોજાઈ હતી.
3/5
આગામી ફેબ્રુઆરી 23, 24 અને 25ના રોજ આકાશ અંબાણીની બેચલર પાર્ટી સ્વિઝરલેન્ડના સેન્ટ મોરટીઝ ખાતે યોજાશે. આ પાર્ટીમાં આકાશના કેટલાંક બોલિવુડના મિત્રો સહિત 500 મહેમાનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
4/5
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન તા. 9 માર્ચના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે. ત્યાર બાદ તા. 10 માર્ચે વેડિંગ સેલિબ્રેશન યોજાશે. જ્યારે રિસેપ્શન તા.11 માર્ચના રોજ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે. આ અવસર સગા-સંબંધી, મિત્રો સહિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે.
5/5
મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે સાંજે તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ખાતે અર્પણ કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને મોટા પુત્ર આકાશ અંબાણીએ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી.