રેલવેના આ નિર્ણયથી યાત્રીઓ અને રેલવે બંનેને ફાયદો થશે. ભારતીય રેલવે ટ્રેનોમાં એસી ટુ કોચને સમાપ્ત કરવાનો પણ નિર્ણય લઇ શકે છે. જો કે હાલમાં એક્સપ્રેસ ટ્રેનોમાં લાગેલા એસી ટુ કોચને દૂર કરવામાં આવશે નહીં. શરૂઆતમાં રાજધાની અને દૂરંતોમાંથી એસી ટુ કોચ હટાવવામાં આવશે. જેની સામે થર્ડ એસી કોચની સંખ્યા વધારવામાં આવશે.
2/4
જે ટ્રેનોમાં ૬૦ ટકાથી ઓછી બુકિંગ થાય છે તેવી ટ્રેનોમાં ટિકિટ બુક કરાવવામાં ૨૦ ટકા વળતર આપવામાં આવશે. હાલમાં ૪૪ રાજધાની, ૪૬ શતાબ્દી અને ૫૨ દૂરંતો ટ્રેનોમાં ફલેક્સી ફેરની સુવિધા અમલમાં છે.
3/4
જુલાઇ મહિનામાં કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના અહેવાલ પછી રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંતિમ સમયે ટિકિટ બુક કરાવનારાઓને રેલવે ૫૦ ટકા વળતર આપશે. આ લાભ યાત્રાના ચાર દિવસ અગાઉ ટિકિટ બુક કરાવવા પર આપવામાં આવશે.
4/4
નવી દિલ્હીઃ રેલવેએ દિવાળી પહેલા 47 ટ્રેનોના ફ્લેક્સી ફેર સ્કીમ ખત્ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી 15 ટ્રેનમાં સંપૂર્ણ રીતે ફ્લેક્સી ફેર ખત્મ કરવામાં આવી છે. આ ટ્રેનમાં વિેતલા વર્ષે સરેરાશ માસિક બુકિંગ 50 ટકાથી પણ ઓછું રહ્યું હતું. જ્યારે 32 ટ્રેનમાં આંશિક રીતે ફ્લેક્સી ફેર હટાવવામાં આવ્યું છે. આ 32 ટ્રેનમાં ફેબ્રુારી, માર્ચ અને ઓગસ્ટમાં ફ્લેક્સી ફેર નહીં લાગે.