શોધખોળ કરો
RBIએ વ્યાજ દરમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો, સસ્તી થઈ શકે છે લોન
1/3

RBIનું કહેવું છે કે, 2019-20માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે. જ્યારે મોંઘવારી દર 2019-20 માટે પ્રથમ ક્વાર્ટરમાં 3.2 ટકા, બીજામાં 3.4 ટકા, ત્રીજા હાફમાં 3.9 ટકા રહી શકે છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરતાં, ખેડૂતોને મળનારી લોનની મર્યાદા વધારી છે. હવે કોઈપણ ગેરેન્ટરી વગર ખેડૂતોને 1.6 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે, પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી. તેના ટૂંક સમયમાં નોટિસ જારી કરવામાં આવશે.
2/3

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છઠ્ઠી મૌદ્રિક સમીક્ષી નીતિની જાહેરાત કીર છે. આરબીઆઈએ રેપો રેટ 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટવાથી આમ આદમીને રાહત મળી શકે છે કારણ કે હવે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. એમપીસીના 6માંથી 4 સભ્યોએ રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય કર્યો હતો, જ્યારે વિરલ આચાર્ય અને ચેતન ઘાટે રેપો રેટમાં ઘટાડાના પક્ષમાં ન હતા. જોકે આરબીઆઈ તેનો આઉટલુક સખ્તમાંથી બદલીને ન્યુટ્રલ કરી શકે છે.
Published at : 07 Feb 2019 12:25 PM (IST)
View More




















