ઉલ્લેખનીય છે કે જિયોએ બે જ વર્ષમાં 20 કરોડ ગ્રાહક મેળવી દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં રહેલા જૂની કંપનીઓને પછાડી દીધી છે. જિયોની એગ્રેસિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી અને કંપની સાથેની તીવ્ર ગળાકાપ સ્પર્ધાને પગલે કેટલીક મોબાઈલ સેવા આપતી કંપનીઓ બંધ થઈ ગઈ છે તો આઈડિયા અને વોડોફોને અસ્તિત્વ ટાકવી રાખવા મર્જરનો નિર્ણય કર્યો છે.
2/6
તેમજ આકાશે જિયોની મહત્વકાંક્ષી યોજના જિયો ગીગા ફાઇબર અને જિયો ડિટીએચનું ઉદ્ઘાટન કર્યું હતું. રિલાયન્સ જિયોને હાલ બંન ભાઈ-બહેન મળીને સંભાળી રહ્યા છે.
3/6
શ્લોકા AGMમાં ઈશા અંબાણીની બાજુમાં બેઠી હતી. તેની બાજુમાં આકાશ, અનંત અને દાદી કોકિલાબેન અંબાણી પણ બેઠા હતા. જ્યારે મુકેશ અંબાણી ઉપરાંત આ મીટિંગને આકાશ અને ઈશાએ પણ સંબોધીત કરી હતી. બંને ભાઈ-બહેને જિયો ફોન-2નું એનાઉન્સમેન્ટ કર્યું હતું.
4/6
થોડા દિવસ પહેલા જ શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની સગાઈ થઈ હતી. શ્લોકા અને આકાશ પણ મુકેશ અને નીતા અંબાણીની જેમ એકસાથે મીટિંગમાં પહોંચ્યા હતાં. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે. આકાશ અને શ્લોકા બંને નાનપણથી મિત્રો છે. બંનેએ સાથે જ અભ્યાસ કર્યો છે. તેમની સગાઈમાં દેશના મોટા વેપારી, નેતાઓ અને બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા હતા.
5/6
અંબાણી પરિવારના અન્ય સભ્યો આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી પણ હાજર રહ્યા હતાં. પરંતુ સૌથી ચોંકવાની વાત એ હતી કે, આ બધા સાથે અંબાણી પરિવારની ભાવી વહુ શ્લોકા મહેતા પણ હાજર રહી હતી.
6/6
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ગીગા ફાઇબર, જિયો ફોન અને જિયો ટીવી જેવા અનેક મોટા પ્લાનની જાહેરાત કરી હતી. આ AGMમાં દર વખતની જેમ મુકેશ અને નીતા અંબાણી એકસાથે આવ્યા હતા.