આજ રીતે ટ્વીટરથી પૈસા મોકલવા માટે અથવા પોતાના ખાતાને લઈ અન્ય જાણકારી મેળવવા માટે તમારે કેટલાક નક્કી કરેલ હૈશટેગનો ઉપયોગ કરવો પડશે. આ હૈસટેગનું લીસ્ટ તમે https://www.sbi.co.in/sbimingle/ પર જઈને જોઈ શકો છો.
2/7
જો તમે ફેસબૂક દ્વારા બેંકિંગ લેવડ-દેવડ કરવા માંગો છો, તો આના માટે તમારે એસબીઆઈ મિંગલના ફેસબૂક પેજ પર જવાનું રહેશે. આના દ્વારા એપમાં લોગ ઈન કરીને પૈસા ટ્રાંસફર કરી શકશો. આ પૈસા તમે પહેલાથી જ જોડેલ બેનફિશિયરીને મોકલી શકો છો. આ સિવાય નવા બેનિફિશિયરી પણ જોડી શકો છો.
3/7
પે ટૂ એકાઉન્ટ ફિચર દ્વારા તમે તે લોકોને પૈસા મોકલી શકશો, જેમને તમે તમારા ખાતા સાથે બેનિફિસિયરી સાથે જોડ્યા છે. જો, તમે ફેસબૂક દ્વારા પૈસા મોકલવા માંગો છો, તો બીજો વિકલ્પ તમારા માટે છે. ફેસબૂક દ્વારા પૈસા મોકલવા માટે તમારે ફેસબૂક પર લોગ ઈન કરવાનું રહેશે. અહીં તમને એસબીઆઈના સત્તાવાર ફેસબૂક પેજ પર જઈ એસબીઆઈ મિંગલ પર જવાનું રહેશે. જેવું પેજ ખુલશે, તમારે એપ લોન્ચ કરવાની રહેશે.
4/7
એસબીઆઈ મિંગલ પર લોગ ઈન કર્યા બાદ તમારે 'Pay a Friend' પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને બે રીતે ફંડ ટ્રાંસફર કરવાનો વિકલ્પ મળે છે. આમાં 'પે ટૂ એકાઉન્ટ' અને 'પે ટૂ ફ્રેન્ડ્સ'નો વિકલ્પ મળશે.
5/7
વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારે તમારું ફેસબૂક યૂઝર નેમ અને પાસવર્ડથી લોગ ઈન કરવાનું રહેશે. જેવા તમે આગળ વધશો, તો તમને તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડની વિગતો માંગવામાં આવશે. ત્યારબાદ, તેને વેલિડેટ કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંક તરફથી ઓટીપી મોકલવામાં આવશે. જે એન્ટર કરીને નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યરબાદ એપ દ્વારા લેવડ-દેવડ કરી શકશો.
6/7
આ માટે ભારતીય સ્ટેટ બેંકે 'SBI મિંગલ એપ' લોન્ચ કરી છે. આ SBIની સોસિયલ બેંકિંગ એપ છે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપનો ઉપયોગ કરતાં પહેલા તમારે રજિસ્ટર કરાવવાનું રહેશે. અહીં જરૂરી વિગતો ભરીને તને રજિસ્ટર કરાવી શકશો. ત્યારબાદ 'Continue with Facebook'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
7/7
નવી દિલ્હીઃ સ્ટેટ બેંકે ગ્રાહકો માટે બેન્કિંગને સરળ બનાવવા માટે એક ડગલું આગળ ભર્યું છે. હવે તમે એસબીઆઈની એપની મદદથી ફેસબુક અને ટ્વિટર દ્વારા રૂપિયા મોકલી શકો છો. તમે ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ દ્વારા માત્ર રૂપિયા જ મોકલી નહીં શકો, પરંતુ બેલન્સ ચેક કરવા સહિત તમે છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ મેળવી શકો છો.