જે પણ આ સ્કીમમાં રોકાણ કરવા માગે છે તે 24 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. એનબીએફસી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટના એજન્ટ અને અન્ય વ્યક્તિ, એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે. તેને અરજી મેળવવા અને બેંક તથા પોસ્ટ ઓફિસમાં તે જમા કરાવવા માટે ઓથોરાઈઝ કરવામાં આવ્યા છે. આ સ્કીમમાં વધુમાં વધુ 500 ગ્રામ સુધી રોકાણ કરી શકાય છે.
2/5
બોન્ડ્સને એક્સચેન્જમાં ટ્રેડ કરી શકાય છે, જેથી રોકાણકાર સમય પહેલા જ ઈચ્છે તો બહાર નીકળી શકે છે. નાણાં મંત્રાલયની વેબસાઈટ અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં કેપિટલ ગેઈન ટેક્સ વ્યવહરા, વ્યક્તિગત રોકાણ માટે ફિઝિકલ ગોલ્ડ જેટલું જ હશે.
3/5
અન્ય ખાસ વાતઃ સોવરેન ગોલ્ડ બોન્ડ ડીમેટ અને પેપર ફોર્મેટ, બન્નેમાં ઉપલબ્ધ છે. બોન્ડમાં ઓછામાં ઓછા 2 ગ્રામ માટે રોકાણ કરી શકાય છે. એસજીબીમાં ઓછામાં ઓછા 8 વર્ષ માટે રોકાણ કરવાનં હોય છે. સાથેજ 5માંસ 6ઠ્ઠાં, 7માં વર્ષનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં રોકાણની મૂડી અને મળેલ વ્યાજ, બન્ને પર ગેરેન્ટી આપવામાં આવે છે.
4/5
'સોવરેન ગોલ્ડ બોન્ડ'એ સરકારી જામીનગીરી છે. ફિઝિકલ ગોલ્ડ એટલે કે જ્વેલરી, ગોલ્ડ બાર, ગોલ્ડ કોઈન (સિક્કા) વગેરેને હતોત્સાહિત કરવા અને પેપર ગોલ્ડને પ્રોત્સાહિત કરવા તે પણ સ્કીમનો ઉદ્દેશ છે. રોકાણકારોને રોકડમાં વળતર આપવામાં આવે છે. બોન્ડની પાકતી તારીખે રોકાણકારને રોકડમાં ચૂકવણી કરવામાં આવે છે. તેને ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. તેને વેચી અથવા સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ કરી શકાય છે.
5/5
નવી દિલ્હીઃ આજતી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) આજે ફરીથી શરૂ થઈ રહી છે. આ વખતે તમે ધનતેરના દિવસે તેમાં રોકાણ કરી શકો છો. એસજીબી અંતર્ગત એપ્લિકેશન ફોર્મ 24 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને સોવરેન બોન્ડ્સ 17 નવેમ્બરના રોજ જારી કરવામાં આવશે. આ સ્કીમનો છઠ્ઠો તબક્કો છે. આ વખતે સારા સમાચાર એ છે કે, સરકાર તેના પર 50 રૂપિયાપ્રતિ ગ્રામની છૂટ આપી રહી છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્યેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત બોન્ડની કિંમત 3007 રૂપિયા પ્રતિ ગ્રામ થાય છે પરંતુ 50 રૂપિયાની છૂટને કારણે તે 2957માં એક ગ્રામ પડશે.