અહેવાલમાં ખુલાસા કરવામાં આવ્યો છે કે જે દરમિયાન સર્વર પાસવર્ડ વગર ઓપન હતું ત્યારે તેણે જોયું કે ત્યાંથી તમામ ખાતાધારકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સોમવારે જ બેંક તરફથી 30 લાખ મેસેજ મોકલવામાં આવ્યા. સર્વર દ્વારા તમે વિતેલા એક મહિનાના તમામ મેસેજ જોઈ શકો છો.
2/4
અહેવાલ અનુસાર, પાસવર્ડ વગરનો હિસ્સો SBI Quickનો હતો જેના દ્વારા બેંક તરફથી કોઈપણ ખાતાધારકને ફોન કોલ અથવા મેસેજ કરવામાં આવી શકે છે. બેંકની વેબસાઈટ પર પણ આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા તમે તમારા ખાતા સાથા જોડાયેલ તમામ જાણકારી તમારા ફોન પર મેળવી શકો છો.
3/4
Techcrunchના એક અહેવાલ અનુસાર, તેમને કોઈ રિસર્ચરે આ જાણકારી આપી હતી. ત્યાર બાદ આ મામલે જામવાનો પ્રયત્ન કર્યો. રિસર્ચર દ્વારા કહેવામાં આવ્યું હેતું કે, બેંક તરફથી સર્વર પર કોઈ પાસવર્ડ રાખવામાં નથી આવ્યો, એવામાં કોઈપણ વ્યક્તિ ડેટાને એક્સેસ કરી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સર્વર ક્યાં સુધી પાસવર્ડ વગર ઓપન રહ્યું. Techcrunchએ જ્યારે આ મામલે બેંકને સવાલ પૂછ્યો તો બેંકે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાની નામ પાડી દીધી હતી.
4/4
નવી દિલ્હીઃ જો તમારું ખાતું દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમને ચિંતામાં મૂકી શકે છે. બુધવારે સામે આવેલ એક અહેવાલ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના કી સર્વરને સુરક્ષિત રાખવાનું ભૂલી ગઈ, જેના કારણે અનેક ખાતાઓની જાણકારી જાહેર થવાનું જોખમ છે. કહેવાય છે કે, આ સર્વમાં બેંક ખાતોની જાણકારી, ખાતામાં હેલ બેલેન્સ સાથે જોડાયેલ ખૂબ જ સંવેદનશીલ જાણકારી ઉપલબ્ધ હતી.