શોધખોળ કરો
Vodafone અને Idea રિચાર્જ પર મળી રહ્યું છે બંપર કેશબેક, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ
1/3

નવી દિલ્હીઃ ફેસ્ટિવલ સીઝનમાં ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન પર શાનદાર ડિસ્કાઉન્ટ અને કેશબેકની ઓફર આપી રહી છે. ત્યારે વોડાફોને પણ એક શાનદાર ઓફર રજૂ કરી છે. આ ઓફર અંતર્ગત પેટીએમ દ્વારા વોડાફોન પ્રીપેડ રિચાર્જ કરાવવા પર 10 ટકા અને વોડાફોનની વેબસાઈટ અને માયવોડાફોન એપથી રિચાર્જ કરાવવા પર 5 ટકા કેશબેક મળી રહ્યું છે.
2/3

નવી યોજના અનુસાર, પેટીએમ વોડાફોનના રિચાર્જ પર 10% નું કેશબેક આપે છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 199 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. વધુમાં, જો તમે વોડાફોન એપ્લિકેશન અથવા વોડાફોન વેબસાઇટથી રિચાર્જ કરો છો, તો તમે 5%નું કેશબેક મેળવી શકો છો. જો કે આ સુવિધા અનલિમિટેડ પ્રિપેઇડ રિચાર્જ પેક પર ઉપલબ્ધ છે.
Published at : 22 Oct 2018 08:07 AM (IST)
Tags :
Tech NewsView More





















