News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

Frequently Asked Questions

  • કોરોના વાયરસ શું છે?

    કોરોના વાયરસ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે. વૈજ્ઞાનિકોએ નોવેલ કોરોના વાયરસ નામ આપ્યું છે. ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં પ્રથમવાર કોવિડ-19 કેસ નોંધાયો હતો.

  • કોરોના વાયરસના લક્ષણો શું છે?

    કોરોના વાયરસ ફેફસાં પર અસર કરે છે. કોરોનાની શરૂઆત તાવ અને સૂકા કફથી થાય છે જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસ સંક્રમણના લક્ષણ દેખાવાનું શરૂ થવામાં સરેરાશ પાંચ દિવસ લાગે છે. તે સિવાય તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પાણી નીકળવું અને ગળામાં તકલીફ થવા જેવી સમસ્યા થાય છે.

  • કોરોનાથી બચવા શું કરશો ?

    કોરોનાથી બચવા માટે સતત તમારા હાથ સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલયુક્ત હેન્ડ રબથી સાફ કરો. ઉધરસ કે છીંક આવે ત્યારે નાક અને મોઢા આગળ ટિશ્યૂ અથવા અન્ય કપડાથી ઢાંકો. જેમનામાં તાવ કે શરદી જેવા લક્ષણ દેખાય તેની નજીક જવાનું ટાળવું જોઈએ.તે સિવાય માસ્ક પહેરો

  • કોરોના કઇ રીતે ફેલાય છે?

    કોરોના વાયરસના દર્દીને સ્પર્શ કરવાથી ફેલાય છે. જો કોઇ કોરોનાના દર્દીના સંપર્કમાં આવે તો તેને કોરોના થવાની સંભાવના રહે છે. જેથી લોકોને ઘરમા જ રહેવાની સલાહ આપવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

  • કોરોના વાયરસનો કોને સૌથી વધુ ખતરો?

    કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો બાળકો અને વૃદ્ધો પર રહે છે. તે સિવાય જેમને અસ્થમા, ડાયાબિટીસ, હૃદયની બીમારીઓથી પીડાતા હોય તેઓને કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો છે.

  • ભારતમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટે શું કરવું પડશે?

    તમે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના 24X7 હેલ્પલાઇન નંબર- 01123978046 પર કોલ કરો. તમે તમારા સવાલોને ncov2019@gmail.com પર પણ મેઇલ કરી શકો છો. તેના થોડા સમય બાદ તમારી પાસે જિલ્લા અધિકારી ટીમ સાથે આવશે. જો તમારામાં કોરોનાના લક્ષણો દેખાશે તો તમને ટેસ્ટ માટે મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવી શકે છે. શંકાસ્પદ મામલામાં તપાસ હેતુ સરકારે અલગ અલગ એમ્બ્યુલન્સ રાખી છે. શંકાસ્પદ મામલામાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નહી કરવાની સલાહ આપવામાં આવે છે.

  • કોરોનાનો ટેસ્ટ કઇ રીતે થાય છે?

    કોવિડ-19ના ટેસ્ટમા કોઇ પણ પ્રકારનો બ્લડ ટેસ્ટ થતો નથી. કોવિડ-19 ટેસ્ટમાં ગળાની ખારાશ અથવા પછી નાકની એક સ્વૈબ મારફતે તપાસ કરવામાં આવે છે. સેમ્પલ લીધા બાદ નોડલ હોસ્પિટલોમાં તૈનાત ડોક્ટર તપાસ કરે છે કે શું વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર છે કે નહીં. નહી તો તમને ઘરમાં જ આઇસોલેટ રહેવાનું કહેવામાં આવે છે. જો ટેસ્ટ પોઝિટીવ આવે છે તો સ્વસ્થ થાય ત્યાં સુધી ઓછામાં ઓછા 14 દિવસો સુધી ક્વોરેન્ટાઇન અથવા એકાંતમાં રહેવાની જરૂરિયાત રહી શકે છે.

  • સ્વસ્થ થયા બાદ શું ફરીથી કોરોના થઇ શકે છે.

    હાલમાં આ લઇને કોઇ જાણકારી નથી. ચીનમાંથી મળેલા કેટલાક રિપોર્ટ અનુસાર કેટલાક લોકોને કોવિડ-19 હતો ત્યારબાદ તેઓ પુરી રીતે સ્વસ્થ થઇ ગયા હતા અને ફરીથી બીમાર પડ્યા હતા. જોકે હજુ સુધી તેને લઇને કોઇ સ્પષ્ટ જાણકારી નથી કે કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ તે વ્યક્તિ ફરીથી બીમાર પડે છે. અથવા તો તેને ફરીથી ચેપ લાગે છે અથવા તો એવી સ્થિતિ જ્યાં વ્યક્તિ પુરી રીતે સ્વસ્થ થયો નથી. સિએટલના ફ્રેડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટર (Fred Hutchinson Cancer Research Center - Seattle)ના વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે, દર 15 દિવસમાં વાયરસના 30 અક્ષરોનું આનુવંશિક કોડ બદલાય છે. એટલા માટે હજુ સુધી એ જાણી શકાયું નથી કે બીમાર લોકો વાયરસથી ફરીથી ક્યા કારણથી સંક્રમિત થઇ શકે છે.

  • શું એક મજબૂત ઇમ્યૂન સિસ્ટમ તમને કોરોના વાયરસથી બચાવી શકે છે?

    આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે આ એ વાત પર નિર્ભર કરે છે કે કોઇ વ્યક્તિની ઇમ્યુનિટી પાવર કેટલો મજબૂત અને કમજોર છે. WHO અને સેન્ટર ફોર ડિસીઝ કંન્ટ્રોલે કહ્યું કે, જે બે પ્રમુખ વર્ગના લોકોમાં કોરોનાનો ચેપ લાગવાની આશંકા વધુ છે એ વૃદ્ધ હોય અથવા તો અંડરલાઇંગ મેડિકલ કંડિશન-ડાયાબિટીશ, હાર્ટ ડિસીઝ, ફેફસાની બીમારી, જે લોકો વૃદ્ધ છે અને ઇમ્યૂન સિસ્ટમ નબળી છે તેમને કોરોના સામે લડવામાં પરેશાની થશે. જે લોકોમાં અગાઉથી જ એક અંડરલાઇંગ મેડિકલ કંડિશન જેવા હાર્ટ ડિસીઝ, ડાયાબિટીશ હોય તેવા લોકોને વધુ ખતરો રહે છે. આવા લોકોમાં ઇમ્યૂન સિસ્ટમ સારી હોતી નથી. જેના કારણે તે કોરોના સામે લડી શકતા નથી. જોકે, તમે યુવા અને સ્વસ્થ હોય તો પણ તમારે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

  • શું મારે માસ્ક પહેરવું જોઇએ?

    ડબલ્યૂએચઓના કહેવા પ્રમાણે, તમે ફક્ત એક માસ્ક પહેરો જ્યારે તમે કોવિડ-19ની જાણ થઇ છે અથવા તો કોઇ કોવિડ-19ના દર્દીની દેખરેખ કરી રહ્યા છો. ડિસ્પોઝેબલ ફેસ માસ્કનો ઉપયોગ ફક્ત એક વખત કરવામાં આવવો જોઇએ. ખાંસી અથવા છીંકવા પર માસ્ક પહેરો. માસ્ક ત્યારે સુરક્ષા આપી શકે છે જ્યારે હાથોને આલ્કોહલ બેઝ્ડ સેનિટાઇઝરથી સાફ કરીને માસ્કનો ઉપયોગ કરવામા આવી રહ્યો હોય. માસ્કને યોગ્ય રીતે ઉપયોગ કરવા અંગેની જાણકારી મેળવો

આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.