(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad News: શહેરમાં કોરોના કેસમાં થયો વધારો, આ વિસ્તારમાંથી નોંધાયા વધુ 9 કેસ, જાણો અપડેટ્સ
કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં આજે વધુ નવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 59 પર પહોંચી છે.
Ahmedabad Corona: અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. 4 પુરૂષ અને 5 મહિલા કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. . નવરંગપુરા, થલતેજ,બોડકદેવ, જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે આ તમામની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, કેરળ, અમેરિકાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાતા હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59 પહોંચી છે.
દેશમાં કોરોનાના વધતા કેસો ફરી એકવાર ડરાવે છે. ગુરુવારે (5 જાન્યુઆરી, 2024) સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 761 કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને 12 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4334 છે. જ્યાં કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ 5 લોકોના મોત થયા છે, જ્યારે કર્ણાટકમાં 4 સંક્રમિત લોકોના મોત થયા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં 2 અને યુપીમાં 1 વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.
સૌથી ખતરનાક સ્થિતિ કર્ણાટકમાં છે, આ રાજ્યમાં કોરોનાના 298 નવા કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના મોતના સમાચાર પણ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુરુવારે રાજ્યમાં કોરોના પોઝિટિવનો દર પણ 3.46 ટકાથી વધીને 3.82 ટકા થયો હતો.
કર્ણાટકમાં સૌથી ખરાબ સ્થિતિ