Rajkot: રવિન્દ્ર જાડેજા મેચનો રહ્યો હીરો, પત્ની રિવાબાએ કહી આ મોટી વાત
IND vs PAK: રવિન્દ્ર અને ટીમ ઇન્ડિયાએ સારું પર્ફોમ કર્યું. મને ખૂબ ખુશી છે. આ દિવસે હું એક કાર્યક્રમમાં વ્યસ્ત હતી તેમ છતાં બીજી ઈનિંગ પહેલા ઘરે પહોંચી ગઈ અને મુકાબલો નીહાળ્યો.
![Rajkot: રવિન્દ્ર જાડેજા મેચનો રહ્યો હીરો, પત્ની રિવાબાએ કહી આ મોટી વાત Asia Cup 2022 UAE: Ravindra Jadeja wife Reevaba reaction after team indin won by 5 wickets against pakistan Rajkot: રવિન્દ્ર જાડેજા મેચનો રહ્યો હીરો, પત્ની રિવાબાએ કહી આ મોટી વાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/29/a017ca08828570d111f9269dbc0448b6166175210955176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs PAK Asia Cup 2022: ભારતે પાકિસ્તાનને એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં હરાવ્યું છે. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.
જાડેજા, પંડ્યાની શાનદાર બેટિંગ
ભારત માટે ઓપનિંગ કરવા આવેલા કેએલ રાહુલે પ્રથમ ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટો કોહલીએ ટીમની બાજી સંભાળી હતી. રોહિત શર્માએ 12 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં કુલ 35 રન બનાવ્યા હતા જેમાં કોહલીએ 34 બોલમાં 1 સિક્સર અને 3 ચોક્કા ફટકાર્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને સુર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યા હતા.
સુર્યકુમાર યાદવે 18 બોલમાં 18 રન બનાવીને નસીમ શાહના બોલ પર બોલ્ડ થયો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. હાર્દિક 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારીને અણનમ રહ્યો હતો.
રિવાબાએ શું કહ્યું
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કહ્યું, મેચ ખૂબ સારી રહી. રવિન્દ્ર અને ટીમ ઇન્ડિયાએ સારું પર્ફોમ કર્યું. મને ખૂબ ખુશી છે. આ દિવસે હું એક કાર્યક્રમમાં વ્યસ્ત હતી તેમ છતાં બીજી ઈનિંગ પહેલા ઘરે પહોંચી ગઈ અને મુકાબલો નીહાળ્યો.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ટીમ ઈન્ડિયાએ શુભેચ્છા આપી
ભારતની પાકિસ્તાન સામેની આ શાનદાર જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું કે, "ટીમ ઈન્ડિયાએ એશિયા કપની આજની મેચમાં ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરીને શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ટીમને અભિનંદન"
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા છે અને 45 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1845 નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 હજાર 931 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 2 હજાર 993 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 799 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 91 લાખ 5 હજાર 738 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 24 લાખ 70 હજાર 330 ડોઝ અપાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)