શોધખોળ કરો

COVID-19: ઠંડી વધતાં જ અમદાવાદમાં કોરોનાએ ઉથલો માર્યો, એક જ દિવસમાં 21 પૉઝિટીવ કેસ, કુલ આંકડો 24એ પહોંચ્યો

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. શિયાળાનુ ઋતુમાં ફરી એકવાર રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ કોરોના જેએન વનનું સંક્રમણ સતત વધી રહ્યું છે

COVID-19: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. શિયાળાનુ ઋતુમાં ફરી એકવાર રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ કોરોના જેએન વનનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો નોંધાયો છે. ગઇકાલે એક જ દિવસમાં કોરોનાએ અમદાવાદમાં કેર વર્તાવ્યો છે. એક જ દિવસમાં 21 લોકો નવા વેરિએન્ટથી પૉઝિટીવ થતાં તંત્ર દોડતુ થયું છે.

રાજ્યમાં નવા વેરિએન્ટને એન્ટ્રી મારી લીધી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ નોધાયા છે, જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 21 કેસ નોંધાયા છે. આ સંક્રમિતોમાં 15 પુરુષ અને 6 મહિલાઓ સામેલ છે. સંક્રમિત થયેલા આ 21 લોકો શહેરના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુરના રહેવાસી છે. નવા કોરોના સંક્રમિતો પૈકી 8 મુંબઈ, કચ્છ, કેરળ, વડોદરા, ગોધરા, અમેરિકા, કેનેડાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. જોકે રાહતની વાત તે છે કે 24 કલાકમાં 11 દર્દીઓએ કોરોનાને માત પણ અને સાજા થયા છે. હાલ અમદાવાદમાં 60 સહિત રાજ્યમાં કુલ 79 એક્ટિવ કેસ છે. 

જાણો ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ

કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1એ ફરી એકવાર સંક્રમિતોની સંખ્યામાં વધારો કર્યો છે. આ વરિયન્ટની અસર માઇલ્ડ હોવાનું નિષ્ણાતનું તારણ છે પરંતુ વધુ સ્પ્રેડ થતો હોવાથી સંક્રમિત વધુ લોકોને કરે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર પહોંચી.  જ્યારે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને મ્હાત આપી રિકવર થયા છે.

દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 7 મહિના પછી, ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800 ની નજીક પહોંચી ગઈ છે. નવા પ્રકાર JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જો કે હવે દિલ્હીમાં પણ નવા વેરિઅન્ટ JN.1 નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિષ્ણાતો લોકોને  સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. પરંતુ બદલાતા હવામાન વચ્ચે કોવિડના વધતા જતા કેસોને કારણે લોકોની ચિંતા ચોક્કસપણે વધી છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સાત મહિના બાદ શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 797 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન પાંચ દર્દીઓના મોત થયા હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. નોંધનિય છે કે, વી દઈએ કે 18 મેના રોજ દેશમાં કોવિડના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જે 865 હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget