Crime News: સુરતમાં ડૂંગળી કાપવા જેવી નજીવી બાબતે એક મિત્રએ કરી નાખી બીજા મિત્રની ઘાતકી હત્યા
Crime News: સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને એક જ રૂમમાં રહેતા એક મિત્રએ બીજા મિત્રની ઘાતકી હત્યા કરી નાખી.
Crime News: સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને એક જ રૂમમાં રહેતા એક મિત્રએ બીજા મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી જોકે હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. રસોઈ બનાવતી વખતે કાંદો કાપવાને લઈ થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાને લઈને પોલીસે એક ઈસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સચિન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી
સુરતના સચિન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાની ઘટના ભાલભલા માટે વિચારમાં પડી જાય તેવી ઘટના હતી. સચિન વિસ્તારમાં આવેલ ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિગ માં આવેલ અગાસીમાં આવેલ રૂમમાં રાતેમ અને એક સાથે કાપડના કારખાનામાં રહેતા ત્રણ મિત્રો જીવિત રાજગર, સેવર્ન રાજગર અને રાજુ ચૌહાણ સાથે રહેતા હતા. જોકે આ મિત્રો વચ્ચે ગતરોજ જમવાનું બનવાની સામાન્ય બાબતે જીવંત રાજગર અને રાજુ ચૌહાણ વચ્ચે કાંદા કાપવા બાબતે ઝગડો થયો હતો. જોકે એ સમયે ઝગડો શાંતિથી પતી ગયો હતો.
હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયો
જોકે આ ઝગડાની અદાવત રાખીને રાજુ ચૌહાણે થોડા સમય બાદ જીવંત રાજગરા પર હુમલો કરી હાથમાં માથામાં ગંભીર ઇજા પોહચાડી હતી. આવેશમાં આવી જઈને રાજુએ મિત્રની કોઈ બોથડ પદાર્થ વડે મોઢું પણ છુંદી નાખ્યું હતું. જેને લઈને જીવંતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ જવા પામ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પોંહચીને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી શરુ કરી હતી.
પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પડ્યો
પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ હત્યા પાછળ કાંદો કાપવાની ઘટનાને લઇને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચીકી ઉઠી હતી. હાલમાં પોલીસે આરોપી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.