Crime News: ભાવનગરમાં આધેડની બોથડ પદાર્થ મારી કરવામાં આવી હત્યા
Crime News: ભાવનગર વરતેજ તાબાના ત્રાંબક ગામે બોથડ પદાર્થના ઘા ઝીંકી એક આધેડની હત્યા કરવામાં આવી છે. રાણાભાઇ ગણેશભાઈ ચુડાસમા નામના આધેડની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
Crime News: ભાવનગર વરતેજ તાબાના ત્રાંબક ગામે બોથડ પદાર્થના ઘા ઝીંકી એક આધેડની હત્યા કરવામાં આવી છે. રાણાભાઇ ગણેશભાઈ ચુડાસમા નામના આધેડની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. તેઓ ત્રાંબક ગામે ગયા હતા એ દરમિયાન મારામારીમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈ જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો. રાણાભાઇ નામના આધેડ પર માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતા વરતેજ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ બે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
બનાસકાંઠામાં રાત્રે ખેતરે જતા યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવતા મોત
બનાસકાંઠાના દાંતીવાડાના ડેરી ગામે અજાણ્યા શખ્સોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. આ હુમલામાં ગણેશ પાંચાભાઇ રબારી નામના યુવકનું મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રિના સમયે યુવક પોતાના ખેતરે જતો હતો ત્યારે રસ્તામાં તેના પર અજાણ્યા શખ્સોએ ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યુ છે. યુવકની લાશને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાઈ છે. દાંતીવાડા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
30 વર્ષીય મૉડલનો મૃતદેહ મળી આવ્યો
મુંબઇના અંધેરી વિસ્તારમાં એક 30 વર્ષીય મૉડલનો મૃતદેહ મળી આવ્યો છે. મૉડલનો મૃતદેહ હૉટલના રૂમમાંથી પંખા સાથે લટકેલી મળ્યો છે. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇડ નૉટ પણ મળી છે. પોલીસે આ કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અનુસાર બુધવારે રાત્રે 8 વાગે હૉટલમાં ચેક-ઇન કર્યુ હતુ, અને ડિનર પણ ઓર્ડર કર્યુ હતુ. ગુરુવારે જ્યારે હાઉસકીપિંગ સ્ટાફે અનેકવાર દરવાજો ખખડાવ્યો તો રૂમ ના ખુલ્યો. જે પછી મેનેજરે પોલીસને આની જાણકારી આપી.
પંખા સાથે લટકેલો મળ્યો મૉડલનો મૃતદેહ -
પોલીસે હૉટલમાં પહોંચીને માસ્ટર કીથી દરવાજો ખોલ્યો, ત્યારે તેને રૂમમાં જોયુ તો તેને મૉડલની બૉડી પંખા સાથે લટકેલી મળી, મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
મળી સુસાઇડ નૉટ -
મૉડલની બૉડીની સાથે રૂમમાંથી એક સુસાઇડ નૉટ પણ પોલીસને મળી છે, જેમાં લખ્યુ છે- મને માફ કરજો, કોઇપણ જવાબદાર નથી. હું ખુશ નથી, મને બસ શાંતિ જોઇએ વર્સોવા પોલીસે એડીઆર અંતર્ગત કેસ નોંધી લીધો અને મૉડલના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. આ કેસની પોલીસ તપાસ કરી રહી છે.
તમિલ અભિનેત્રીએ પ્રેમમાં નિષ્ફળતા મળતાં કરી આત્મહત્યા
તમિલ સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલ ફિલ્મ અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું માત્ર 29 વર્ષની વયે અવસાન થયું હતું. અભિનેત્રી તમિલ ફિલ્મ અભિનેત્રીઓમાં ઉભરતી સ્ટાર હતી. જેણે પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. . અભિનેત્રી પૌલિન જેસિકાએ પોતાનું સ્ટેજ નામ દીપા રાખ્યું હતું. જો કે, અહેવાલો અનુસાર, અભિનેત્રીએ આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. અભિનેત્રીનો મૃતદેહ તેમના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, તમિલ અભિનેત્રીના આકસ્મિક અવસાનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના અંગત જીવનમાં ખૂબ જ તણાવ હતો. અભિનેત્રીના માતા-પિતા ઈચ્છતા હતા કે તેણી તેની સંમતિથી લગ્ન કરે. સામે આવી રહેલી માહિતી મુજબ અભિનેત્રી દીપા કોઈ બીજાના પ્રેમમાં હતી. પરંતુ તેમનો પ્રેમ સફળ રહ્યો ન હતો. જેના કારણે અભિનેત્રીએ આ ચોંકાવનારું પગલું ભર્યું છે. અભિનેત્રી દીપા ચેન્નાઈના વિરુગમ્બક્કમમાં મલ્લિકાઈ એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. અભિનેત્રીનું મૃત્યુ એ જ એપાર્ટમેન્ટના ફ્લેટમાં થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તે આખી જિંદગી કોઈના પ્રેમમાં રહેશે, જ્યારે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.