શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં બુકાનીધારી વ્યક્તિએ લિફ્ટમાં યુવતીની છેડતી કરતા ચકચાર

રાજકોટ: રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં એક અભદ્ર ઘટના સામે આવી છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલ ઇન્ફીનિયમ એપાર્ટમેન્ટમાં બનેવી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

રાજકોટ: રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં એક અભદ્ર ઘટના સામે આવી છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલ ઇન્ફીનિયમ એપાર્ટમેન્ટમાં બનેવી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક બુકાની ધારી શખ્સે યુવતી સાથે છેડતી કરી છે. યુવતીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સે યુવતીનું ગળું દબાવી ફડાકા ઝીંકી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલમાં માલવિયા નગર પોલીસે યુવતીની ફરિયાદ પરથી વિકૃત શખ્સની શોધખોળ શરૂ કરી છે.

મારી પત્ની પાસે દિલ નથી

ગાંધીનગરમાં પિતાએ બે સંતાનો સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં શ્રમજીવી યુવકે ચાર અને છ વર્ષના બાળકોને સાથે રાખી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, પત્ની પાસે દિલ નથી, મને કહેતી હતી કે, તું મરી જાય તો મારે શું...? ગાંધીનગરના પરઢોલ ગામના યુવકે બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકના આત્મહત્યા પાછળ ઘરકંકાસ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.  પોલીસે આ મામલે તપાસ  શરૂ કરી હતી.

શ્રદ્ધાને 2 વર્ષ પહેલા જ આવી ગયો હતો અંદાજ

શ્રદ્ધાની હત્યા કર્યા પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા અને તેને ફેંકી દીધા પછી, આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેની હત્યા સંબંધિત પુરાવાઓ બહાર આવવાની સંભાવના છે. આ સાથે જ શ્રદ્ધાએ મુંબઈ પોલીસમાં આફતાબ વિશે ફરિયાદ કરી હતી, જેનો ખુલાસો થયો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આફતાબ પૂનાવાલાના પરિવારજનો દિલ્હીમાં જ છે. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવાર વિશે જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે તેમની ફરી પૂછપરછ થઈ શકે છે. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે આફતાબના પરિવારને ખબર હતી કે તે તેની હત્યા કરવા માંગે છે.

શ્રદ્ધાએ આફતાબના પરિવાર પર આરોપ લગાવ્યો હતો

શ્રદ્ધાએ ફરિયાદમાં લખ્યું હતું કે આફતાબ મને મારી નાંખવા માંગે છે અને મારી નાખ્યા બાદ મારા શરીરના ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેના માતા-પિતાને પણ આ બધું ખબર છે, તેઓ પણ વીકએન્ડ પર આવે છે. મને લાગતું હતું કે તે જલ્દી લગ્ન કરશે અને મને તેના પરિવારના આશીર્વાદ પણ મળશે તે કારણે હું તેની સાથે અત્યાર સુધી રહી પરંતુ હવે હું તેની સાથે રહેવા તૈયાર નથી. શ્રદ્ધાએ લખ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી સતત મારી સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી રહ્યો છે. તે હવે મને બ્લેકમેલ કરી રહ્યો છે. જ્યારે પણ તે મને ગમે ત્યાં જુએ છે. તે મને દુઃખ પહોંચાડે છે. તે મને ગમે ત્યારે મારી નાંખશે

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget