નિક્કી મર્ડર કેસમાં આરોપી સાસુની ધરપકડ, પુત્રવધુને સળગાવવામાં પુત્રની કરી હતી મદદ
નિક્કી હત્યા કેસમાં આરોપી સાસુની ધરપકડ કરવામાં આવી છે. દહેજ માટે પુત્રવધૂને સળગાવવામાં પુત્રને મદદ કરી હતી.

Nikki Murder Case:નિક્કી ભાટી હત્યા કેસમાં પોલીસે આરોપીની સાસુ દયાની ધરપકડ કરી લીધી છે. . નિક્કીના પરિવારનો આરોપ છે કે, મૃતકની સાસુ સહિત તેના સાસરિયાઓએ તેમની પુત્રીને જીવતી સળગાવી દીધી. આ કેસમાં નિક્કીના પતિ વિપિન ભાટીની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
વિપિન ભાટી પોલીસનું હથિયાર છીનવીને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન, ગ્રેટર નોઈડાના સિરસા ચાર રસ્તા પાસે એક એન્કાઉન્ટર થયું, જેમાં વિપિન ભાટીને પગમાં ગોળી વાગી હતી.પરિવારનો આરોપ છે કે, નિક્કીને તેના પતિ અને સાસરિયાઓએ જાણી જોઈને સળગાવી દીધી હતી.
મૃતકની બહેનની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી પતિ વિપિન ભાટીની ધરપકડ કરી. ઉપરાંત, અન્ય આરોપીઓને પકડવા માટે બે ટીમો બનાવવામાં આવી હતી. હવે આ કેસમાં વિપિન ભાટીની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે.
નિક્કીની મોટી બહેન કંચને આરોપ લગાવ્યો કે તેના સાસુ અને પતિ વિપિને મળીને ગુરુવારે (21 ઓગસ્ટ 2025) આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણીએ આરોપ લગાવ્યો કે, "સાસુ દયા જ્વલનશીલ પદાર્થ લાવીને વિપિનને આપ્યો. આ પછી વિપિને તે નિક્કી પર છાંટ્યો. બધાએ મળીને તેને જીવતી સળગાવી દીધી."





















