Ahmedabad Crime : નાના ભાઈએ મોટા ભાઈની ચાકુના 13-13 ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
નવરંગપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ સામે કમલા સોસાયટીમાં હત્યા મોટા ભાઈ નરેશ હેમવાનીની નાના ભાઈ સુનિલ હેમવાનીએ હત્યા કરી નાંખી છે.
Ahmedabad Crime : નવરંગપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ સામે કમલા સોસાયટીમાં હત્યા મોટા ભાઈ નરેશ હેમવાનીની નાના ભાઈ સુનિલ હેમવાનીએ હત્યા કરી નાંખી છે. મોટા ભાઈની ચાકુના 13 ઘા મારીને હત્યા કરી નાંખી છે. મિલકત બાબતે ઝઘડો થતા નાનો ભાઈ મોટા ભાઈ અને ભાભી પર ચાકુ સાથે તૂટી પડ્યો હતો.
સુનિલ હેમવાની શરાબનો બંધાણી હતો. નાના ભાઈ સાથે 20 વર્ષથી મોટા ભાઈના સંબંધ નહોતા. બંને એક જ મકાનમાં રહેતા હતા. નાનો ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે અને મોટા ભાઈ ઉપરના માળે રહેતો. પિતા કોરોનાકાળમાં અવસાન પામ્યા છે. સુનિલ હેમવાણીના સોસાયટીના લોકો સાથે પણ ઝઘડા થયેલા છે. ભાભી દિશા હેમવાની પણ ઘાયલ થતા નિધિ હોસ્પિટલમાં દાખલ.
ભાભીએ દિયર વિરુદ્ધ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોટા ભાઈને પેરાલિસિસ હતો. નરેશ હેમવાનીનો બે વયસ્ક પુત્રો છે.
Surat: પત્ની રિસામણે જતા પતિએ કરી આત્મહત્યા, દોઢ વર્ષ અગાઉ કર્યા હતા પ્રેમ લગ્ન
સુરતમાં પત્ની રિસામણે જતા પતિએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં પત્ની રિસામણે જતા પતિએ માનસિક તણાવમાં આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના યુવકે દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.
જે બાદ ઘર કંકાસ શરૂ થતા પત્નીએ ઘર છોડ્યુ હતુ અને પિયર જતી રહી હતી. ત્યારબાદ માનસિક તણાવના કારણે યુવકે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે યુવકે માનસિક તણાવમાં આત્મહત્યાનું પગલું ભર્યાનું સામે આવ્યુ છે. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે અંકિતા તને જોવા માટે હું તડપું છું. મારી ભૂલના કારણે તને ગુમાવી છે. હવે હું જીવવા માંગતો નથી.
સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે મોડી રાત્રે સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 11 જેટલા ટ્રક બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ છે.
Surat: વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરે કરી લાલ આંખ, 28 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ
સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન-05 વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુધ્ધ પોલીસનું હલ્લાબોલ કરી એક જ દિવસમાં 28 ગુના દાખલ કરી 28 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.