શોધખોળ કરો

વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...

ahmedabad school pocso case: વોશરૂમ લઈ જવાના બહાને સફાઈકર્મીએ બાળક સાથે અડપલાં કરી ધમકી આપી, વાલીઓના ભારે હોબાળા બાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ સ્કૂલમાં સફાઈકર્મીએ વિદ્યાર્થી સાથે વોશરૂમમાં અડપલાં કર્યા.
  • બાળકે ઘરે જાણ કરતા વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો.
  • શાળાએ સફાઈકર્મીને સસ્પેન્ડ કર્યો, પોલીસે પોક્સો હેઠળ ધરપકડ કરી.

ahmedabad school pocso case: અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતા એક નાના માસૂમ વિદ્યાર્થી સાથે સ્કૂલના જ સફાઈ કર્મચારીએ વોશરૂમમાં શારીરિક અડપલાં કર્યા છે. ડરી ગયેલા બાળકે ઘરે જઈને માતા-પિતાને જાણ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલમાં પહોંચીને ભારે હોબાળો મચાવતા સંચાલકોએ આરોપીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે અને બોપલ પોલીસે આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સાઉથ બોપલની LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં પશાભાઈ નામનો એક સફાઈ કર્મચારી કામ કરતો હતો. તેનું મુખ્ય કામ સ્કૂલમાં સાફ-સફાઈ કરવાનું અને નાના બાળકોને વોશરૂમ સુધી લઈ જવાનું હતું. આ દરમિયાન આરોપી પશાભાઈ એક નાના વિદ્યાર્થીને વોશરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં, આરોપીએ આ માસૂમ બાળકને એવી ધમકી પણ આપી હતી કે આ વાતની કોઈને જાણ ન કરે.

આ હરકતથી બાળક ખૂબ જ ડરી ગયો હતો. તેણે ઘરે જઈને પોતાના માતા-પિતાને આખી આપવીતી જણાવી હતી. દીકરા સાથે થયેલી આ ઘટનાની વાત સાંભળીને વાલીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. વાલીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક સ્કૂલે પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર ઘટનાની જાણ સ્કૂલના વહીવટી તંત્રને કરી હતી.

ઘટનાની ગંભીરતાને સમજીને સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક અસરથી આરોપી સફાઈકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો અને આ અંગેની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને DPEO ને પણ ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી છે. વાલીઓની ફરિયાદ બાદ બોપલ પોલીસ પણ તાત્કાલિક સ્કૂલ પર દોડી આવી હતી.

પીડિત બાળકના વાલીની ફરિયાદના આધારે બોપલ પોલીસે આરોપી સફાઈકર્મી પશાભાઈની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો નોંધી છે. આરોપીએ અગાઉ પણ અન્ય કોઈ વિદ્યાર્થી સાથે આવી ગંદી હરકત કરી છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ સ્કૂલમાં ભણતા અન્ય બાળકોના વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Frequently Asked Questions

અમદાવાદની LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં કઈ ઘટના બની છે?

સ્કૂલના સફાઈ કર્મચારી પશાભાઈએ પ્રાથમિક વિભાગના એક વિદ્યાર્થી સાથે વોશરૂમમાં શારીરિક અડપલાં કર્યા હતા, જેની જાણ બાળકે ઘરે જઈને વાલીઓને કરી હતી.

આ ઘટનામાં આરોપી કોણ છે અને તેની સામે શું કાર્યવાહી થઈ છે?

આરોપી સફાઈ કર્મચારીનું નામ પશાભાઈ છે. સ્કૂલે તેને સસ્પેન્ડ કર્યો છે, અને બોપલ પોલીસે તેની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલ અને પોલીસ દ્વારા આ ઘટના પર શું પગલાં લેવામાં આવ્યા છે?

સ્કૂલ સંચાલકોએ આરોપીને સસ્પેન્ડ કર્યો અને DEO/DPEO ને જાણ કરી. બોપલ પોલીસે વાલીની ફરિયાદના આધારે આરોપી પશાભાઈની પોક્સો હેઠળ ધરપકડ કરી છે.

આ કેસમાં હાલ પોલીસ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે?

બોપલ પોલીસે આરોપી પશાભાઈ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો નોંધી છે. તેઓ આરોપીએ અગાઉ અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી કોઈ હરકત કરી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget