શોધખોળ કરો

Banaskantha : ઘરમાં એકલી પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, શરીરસુખ માટે યુવતીએ કરી દીધો ઇનકાર ને પછી તો....

મૃતક પરિણીતા અને આરોપી વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી લગ્નેત્તર સંબંધ હતા. ચાર દિવસ પહેલા પરિણીતાનો પતિ કામ ગયો હતો અને પુત્ર ભણવા ગયો હતો, ત્યારે જ તેનો પ્રેમિકા પાસે આવ્યો હતો.

થરાદઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ચાર દિવસ પહેલા થયેલી માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. યુવતીની હત્યા પ્રેમસંબંધ અને પૈસાની લેતી દેતીમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. આ પ્રેમસંબંધમાં નિર્દોષ પુત્રનો પણ ભોગ લેવાઈ ગયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ડબલ હત્યા કેસનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મૃતક પરિણીતા અને આરોપી વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી લગ્નેત્તર સંબંધ હતા. ચાર દિવસ પહેલા પરિણીતાનો પતિ કામ ગયો હતો અને પુત્ર ભણવા ગયો હતો, ત્યારે જ તેનો પ્રેમિકા પાસે આવ્યો હતો. પ્રેમિકાને એકલી જોઇ તેમે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, પ્રેમિકાએ શરીરસુખ આપવાની ના પાડી દેતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. 

આ જ સમયે પરિણીતાનો 13 વર્ષીય પુત્ર આવી ગયો હતો અને માતાની લાશ જોઇને હેબતાઈ ગયો હતો. બીજી તરફ પોતાનો ભાંડો ફૂટી જવાની બીકે આરોપીએ માસૂમ બાળકની પણ હત્યા કરી નાંખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સાંજે પતિ ઘરે આવતાં પત્ની-પુત્રની લોહીલૂહાણ હાલતમાં લાશ જોઇને કાંપી ઉઠ્યો હતો. 

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ અને લોકો દોડી આવ્યા હતા. પોલીસે આ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કોલ ડિટેલ અને અન્ય સાંયોગિક પુરાવા એકત્ર કરી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. તેમજ  આરોપી પરબતભાઈ પટેલ અને મૃતક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનો ખુલાસો થયો હતો. થરાદ પોલીસે હત્યારાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 

Morbi : લવ મેરેજ કરનાર યુવકે કેમ કરી લીધો આપઘાત? આપઘાત પહેલા બનાવ્યો વીડિયો

મોરબીઃ પ્રેમલગ્ન કરનાર યુવાન જીવનથી કંટાળી આપઘાત કરી લીધો છે. પત્ની છોડીને ચાલી ગયા બાદ કોર્ટ કેસ કરી પત્નીના માતાપિતા સહિતના ત્રાસ આપતા હોવાની વ્યથા ઠાલવતો વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરી યુવકે આપઘાત કરી લીધો હતો. જ્યારે દીકરીના પરિવારજનોએ યુવકે જે આક્ષેપ કર્યો છે પાયા વિહોણા હોવાની વાત કરી છે.

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૬) નામના યુવાને ગળેફાંસો ખાઈ ગઈ કાલે આપઘાત કરી લીધો હતો, જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. 

મૃતક યુવાને આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં યુવાન એવું જણાવી રહ્યો છે કે તેને પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતી અને તેના માતાપિતા અને યુવતીના માસી સહિતના લોકો તેને ત્રાસ આપતા હોવાથી હવે તેને જીવવું નથી પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્ની માતાપિતાને ઘર ચાલી ગઈ હતી. તેમજ કોર્ટ કેસ ચાલતો હોય યુવાનને હેરાન કરવામાં આવતો હોય જેથી કંટાળી જઈને યુવાને આપઘાત કર્યો હોવાનું પોતે બનાવેલ વિડીયોમાં યુવાન જણાવી રહ્યો છે. યુવાનના આપઘાતના બનાવને પગલે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

બનાવ અંગે મૃતક યુવાનના માસી ભાવનાબેન જણાવે છે કે, મારો ભાણેજ છે અને તેની પત્ની અને તેના પરિવારવાળા તેને પરેશાન આપતા હતા.બાદમાં તેની પત્નીને તેના માસી આવીને અમારા ઘરેથી લઇ ગયા હતા પછી કોર્ટમાં કેસ ચાલતો હોય અને પ્રથમ મુદતમાં તેની પત્ની આવી હતી. બીજી મુદતમાં તેની પત્ની ન આવતા તેને આઘાત લાગ્યો હતો. બધા તેને પરેશાન કરતા હોવાથી તેણે આપધાત કર્યો છે.

મૃતકના સાસુ લતાબેન જણાવે છે મારી દીકરીએ લવ મેરેજ કર્યા હતા અને થોડા દિવસ મારી દીકરીને બરાબર રાખ્યા બાદ ત્રાસ થતો હતો અને મારકૂટ થતી હતી. માનસિક ત્રાસ પણ થતો હતો, જેથી તેના ભાઈજીને મારી દીકરીએ કીધું એટલે તે તેડી આવ્યા હતા. બાદમાં પોલીસ મથકે ગયા હતા ત્યાં છુટાછેડાની વાત થઇ હતી અને છુટાછેડા આપવાનું કહ્યું હતું. બે દિવસમાં સહી કરી આપીશ તેમ કહ્યું હતું પણ તે બે દિવસ પછી મારા ઘરે આવ્યો અને હું મરી જઈશ તેમ કહેતો હતો તેમજ મારી દીકરીએ મને કીધું કે આ અગાઉ પણ તેણે બે ત્રણ વાર આપધાતનો પ્રયાસ કર્યો હતો. અમે કોઈ દિવસ ફોન નથી કર્યો છે તેના ઘરે પણ નથી ગયા. 

મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી તેમજ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેથી પોલીસ વધુ તપાસ ચલાવી છે મૃતક યુવાનને ક્યા કારણોસર આપધાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબAhmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget