(Source: Matrize)
50th CJI DY Chandrachud: ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ બનશે ડીવાય ચંદ્રચુડ
CJI: ડીવાય ચંદ્રચુડ ભારતના 50માં મુખ્ય ન્યયાધીશ બનશે.
CJI DY Chandrachud: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ દેશના 50માં સીજેઆઈ હશે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને વિનંતી કરી હતી કે તેઓ તેમના અનુગામીના નામની ભલામણ તેમને મોકલે. સિનિયોરિટી લિસ્ટ અનુસાર, જસ્ટિસ ચંદ્રચુડ વર્તમાન CJI લલિત પછી સૌથી વરિષ્ઠ છે, તેથી સેટ કન્વેન્શન મુજબ સરકારને તેમના નામની ભલામણ કરવામાં આવી. ચંદ્રચુડ 9 નવેમ્બરે મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી રહેશે. આ પહેલા તેમના પિતા વાયવી ચંદ્રચુડ પણ દેશના 16મા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે.
જસ્ટિસ ચંદ્રચુડના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ દેશના 16મા ચીફ જસ્ટિસ હતા. તેમનો કાર્યકાળ 22 ફેબ્રુઆરી, 1978 થી 11 જુલાઈ, 1985 સુધી લગભગ 7 વર્ષ ચાલ્યો, જે અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. હવે પિતાની નિવૃત્તિના 37 વર્ષ બાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પણ આ જ જવાબદારી મળવા જઈ રહી છે.
કોણ છે CJI ચંદ્રચુડ
11 નવેમ્બર, 1959ના રોજ જન્મેલા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના વર્તમાન સીટિંગ જજ છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું છે. તેમણે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, હાર્વર્ડ લો સ્કૂલ અને ઘણી વિદેશી કાયદાની શાળાઓમાં વ્યાખ્યાન આપ્યું છે. 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. હાલ તેઓ સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ છે.
CJI લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થશે
CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થાય છે. તેઓ આ પદ પર માત્ર 74 દિવસ જ રહેશે. જસ્ટિસ લલિતને 26 ઓગસ્ટ 2022ના રોજ CJI NV રમનનો કાર્યકાળ પૂરો થયા બાદ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો છે, જ્યારે તેમના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોનો સરેરાશ કાર્યકાળ 1.5 વર્ષનો છે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. એટલે કે તેઓ બે વર્ષ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. તેમને 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Chief Justice of India UU Lalit recommends the name of Justice DY Chandrachud (in file pic) as his successor.
— ANI (@ANI) October 11, 2022
Justice Chandrachud to become the 50th CJI. Chief Justice UU Lalit is retiring on November 8 this year. pic.twitter.com/p0OymLfp0n
ચીનમાં કોરોના કેસમાં તયો ત્રણ ગણો વધારો, ફરી લગાવાયા પ્રતિબંધો
દુનિયાભરમાં ભલે કોરોનાનો પડછાયો થોડો ઓછો થયો હોય, પરંતુ ચીન હજુ પણ કડક પ્રતિબંધોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં રજાઓના કારણે કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેના કારણે ફરીથી કડક પ્રતિબંધો પાછા ફર્યા છે. આવતા અઠવાડિયે બેઈજિંગમાં કમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક છે. તાજેતરના પ્રતિબંધો ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના ફેન્યાંગ શહેરમાં સોમવારે શરૂ થયા હતા. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, સમગ્ર શહેરમાં ટેસ્ટિંગમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. પડોશી આંતરિક મંગોલિયા ક્ષેત્રની રાજધાની હોહોટમાં વાહનો અને બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આજથી એટલે કે મંગળવારથી લાગુ થશે. છેલ્લા 12 દિવસમાં હોહોટમાં 2 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. ચીન વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે હજુ પણ કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી કોરોના સંક્રમણને લઈને ખૂબ જ ચિંતિત છે. તેનું કારણ રવિવારે યોજાનારી પાર્ટીની મહત્વની બેઠક છે. આ બેઠક 5 વર્ષમાં એકવાર યોજાય છે અને તેમાં પાર્ટી દેશની સામે પોતાની સારી છબિ રજૂ કરવા માંગે છે.