![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં પરિણીતાને ફોન કરીને કરતો હતો હેરાન, કંટાળીને ભર્યું આવું પગલું
પરિણીતાને હેરાન કરનાર ફેનીલ નામનાં યુવાન સામે ઉનાવા પોલીસે ગુનો નોંધી તપાસ શરી કરી છે.
![Crime News: ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં પરિણીતાને ફોન કરીને કરતો હતો હેરાન, કંટાળીને ભર્યું આવું પગલું Crime News: Married women commits suicide due to harassment by man by call Crime News: ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં પરિણીતાને ફોન કરીને કરતો હતો હેરાન, કંટાળીને ભર્યું આવું પગલું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/27/2fe1160e3259c22e44ea8965b0ef6968171418910205276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana Crime News: ઉંઝાના પ્રતાપગઢ ગામે રહેતી એક પરિણીતાને એક યુવાન ફોન પર હેરાન કરતો હતો. ફોન પર અવાર નવાર હેરાન કરતા પરિણીતાએ સમાજમાં બદનામીના ડરથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. યુવતીની સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે સંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી હતી. પરિણીતાને હેરાન કરનાર ફેનીલ નામનાં યુવાન સામે ઉનાવા પોલીસે ગુનો નોંધી તપાસ શરી કરી છે.
આ યુવતીએ તેની સ્યુસાઇડ નોટમાં લખ્યું કે તેને એક વ્યક્તિ અને તેના વિવિધ કુટુંબીજનો યુવતી પર સંબંધ રાખવા દબાણ કરતા હતા અને યુવતીની જરા પણ ઇચ્છા ન હતી. યુવતીએ નંબર બ્લોક કર્યા પછી પણ બીજા નંબરથી કોલ કરીને ત્રાસ આપતા હતા. આના પગલે તે વ્યક્તિ અને તેના કુટુંબીઓ સામે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉનાવા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે. ઉનાવા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને તેણે જેની સામે ફરિયાદ નોંધાવી છે તે તમામના મોબાઇલ ફોન કબ્જે લીધા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ પુરી થયા બાદ બહાર પતિ,પત્ની ઓર વોહના કિસ્સાને કારણે પ્રેક્ષકોને ફરીથી ફિલ્મી દ્શ્યો જોવા મળ્યા હતા. નડિયાદમાં રહેતી અને ખાનગી ઓફિસમાં નોકરી કરતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,પાંચવર્ષ પહેલાં મારા લગ્ન તુષાર સાથે થયા હતા અને અમને એક સંતાન પણ છે.પતિ કોઇ કામ ધંધો નહિં કરતો હોવાથી હું તેમને નોકરી કરવા માટે કહેતી હતી.જેથી તેઓ મારા પર વહેમ રાખી ઝઘડા કરતા હતા.જેથી હું કંટાળીને ભાડાના મકાનમાં રહેવા ગઇ હતી. પરિણીતાએ આક્ષેપ કર્યો છેકે,મારા પતિ છૂટાછેડા લેવા માટે રૃપિયાની માંગણી કરતા હતા અને બાળકને પણ લઇ જવા માંગતા હતા.જેથી મેં તેમને બાળક આપી દીધું હતું અને હું એકલી રહેતી હતી.
તા.25મીએ સવારે 11 વાગે હું ટ્રેનમાં વડોદરા આવી હતી અને મારા બોસ મને સ્ટેશને લેવા આવ્યા હતા.ત્યાંથી અમે સ્કૂટર પર ગોત્રી વીમાના દવાખાને ગયા હતા.પરંતુ ત્યાં લંચ બ્રેક હોવાથી અમે બંસલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. સાડા ત્રણેક વાગે બહાર નીકળ્યા ત્યારે મારો પતિ અને અન્ય ત્રણ જણા બાઇક તેમજ કારમાં આવ્યા હતા.બોસ સાથે મને જોતાં જ પતિએ મને લાફા માર્યા હતા.જ્યારે અન્ય ત્રણ જણાએ પણ મને અને મારા બોસને માર મારી મને ફરી લાગ મળશે તો જીવતી નહિં છોડું તેવી ધમકી આપી હતી.ગોત્રી પોલીસે પતિ અને અન્ય ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)