Crime News: પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, લાશ પાસે જ પ્રેમીએ મંગળસૂત્ર પહેરાવી-સિંદૂર ભરી બનાવી પત્ની ને પછી તો......
સોનભદ્રમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખૂદ જ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
Crime News: સોનભદ્રમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખૂદ જ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને લગ્ને પહેલા જ પિતરાઈ સાથે અનૈતિક સંબંધ હતા. આ સંબંધો લગ્ન પછી પણ ચાલું રહ્યા હતા. પત્ની પતિની જાણ બહાર રંગરેલિયા મનાવતી હતી. જોકે, બંનેને સંબંધમાં પતિ બાધા રૂપ બનતો હતો. જેથી તેની હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે બંનને જેલ હવાલે કરી દીધા છે
આ અંગેની વિગતો એવી છે કે, સોનભદ્રમાં દુદ્ધી કોતવાલી વિસ્તારમાં દુદ્ધી કસ્બાના વોર્ડ નંબર 6માં બે ફેબ્રુઆરીએ રાતે ઘરમાં ઘૂસીને ત્રણ શખ્સોએ પતિ-પત્ની સાથે મારામારી કરી અને પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે પોલીસને 3 ફેબ્રુઆરીએ જાણકારી મળી હતી. આ ઘટનાનો પર્દાફાશ કરતાં પોલીસે મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમીની એક તમંચા સાથે ધરપકડ કરી લીધી હતી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી ત્યારથી મૃતકની પત્ની શંકાના દાયરામાં હતી. પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતીને તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન પહેલાથી પ્રેમસંબંધ હતા. જે લગ્ન પછી પણ ચાલું હતું. મૃતક યુવક કોઈ કામ કરતો નહોતો. જેને કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા.
આ બધાથી કંટાળી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની પ્લાસ્ટિકની પાઇપથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યારા પ્રેમી અને પ્રેમિકાને પકડી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, પતિની હત્યા પછી પ્રેમીએ સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવી ત્યાં જ લગ્ન કરી લીધા હતા. આ સમગ્ર ઘટના મૃતકના બંને પુત્રોએ પણ જોઇ હતી. આ અંગે મૃતકની પત્ની મમતા શ્રીવાસ્તવે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી. જેને શોધવા પોલીસે ટીમ બનાવી હતી. જોકે, તપાસમાં પત્નીએ જ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસમાં યુવતીના પ્રેમી લવકુશ શ્રીવાસ્તવને તમંચો અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. લવકુશે પોલીસને જણાવ્યું હતું કે, હું મમતાને પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરી છે.