Crime News: પતિએ બનેવી સાથે મળી પત્નીને પીવડાવ્યું નશીલું પીણું, અશ્લીલ વીડિયો બનાવ્યા બાદ શરૂ થયો આવો ખેલ
પીડિતાનો આરોપ છે કે 2 ડિસેમ્બર 2021ના રોજ તેના પતિ અને જીજાએ પાણીમાં નશીલા પદાર્થ ભેળવીને પાયો હતો. જે બાદ બેભાન થઈ ગઈ હતી. આ પછી તેના નણદોઇએ તેની સાથે દુષ્કર્મ કર્યું અને વીડિયો પણ બનાવ્યો.
Crime News: હરિયાણાના હિસારમાં એક પરિણીત મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાએ તેના નણંદોયા અને પતિ પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે તેના લગ્ન હિસારના રહેવાસી યુવક સાથે થયા હતા.
પતિ તેના બનેવી સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરતો
લગ્નના થોડા દિવસો સુધી ઘરનું વાતાવરણ સારું રહ્યું. આ પછી પીડિતાના પતિએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. પતિ તેના બનેવી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.. પરંતુ તે આવું ખોટું કામ કરવાની ના પાડતી હતી. એક દિવસ પતિએ તેની પત્નીને કહ્યું કે તારે મારા જીજા સાથે શરીર સંબંધ બાંધવા પડશે.
પતિએ બનેવી સાથે મળીને નશીલો પદાર્થ પીવડાવ્યો ને....
આ પછી પીડિતા માનસિક રીતે પરેશાન થવા લાગી. આ ઘટના વિશે તે તેના પરિવારજનોને પણ કંઈ કહી શકી ન હતી. પીડિતાનો આરોપ છે કે 2 ડિસેમ્બર 2021ના રોજ તેના પતિ અને જીજાએ પાણીમાં નશીલા પદાર્થ ભેળવીને પાયો હતો. જે બાદ બેભાન થઈ ગઈ હતી. આ પછી તેના નણદોઇએ તેની સાથે દુષ્કર્મ કર્યું અને વીડિયો પણ બનાવ્યો.
વીડિયોના આધારે પતિ છૂટાછેડાની આપતો ધમકી
પીડિતા જ્યારે હોશમાં આવી નણંદોઈએ તેને વીડિયો બતાવ્યો અને ધમકી આપી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે વીડિયો વાયરલ કરી દેશે. આ ઘટના પછી તેના પતિએ વારંવાર તેના જીજા સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ શરૂ કર્યું હતું. પીડિતા વારંવાર ના પાડા પતિએ છૂટાછેડાની ધમકી આપી હતી ન્યાય માટે પીડિતાએ તેના પતિ અને નણદોઈ વિરુદ્ધ હિસાર પોલીસમાં ફરિયાદ કરી છે. પીડિતાની ફરિયાદના આધારે હિસાર પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે