શોધખોળ કરો

Dahod: તળાવમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, મામાના ઘરે વેકેશન કરવા આવેલી ભાણીના મોતથી કાળો કલ્પાંત

Dahod News: ભાણીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે લઈ જવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Dahod News: દાહોદ પંથકમાં તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઝાલોદ તાલુકાના મોટીહાંડીમાં તળાવમાં બાળકો ન્હાવા ગયા હતા ત્યારે 10 વર્ષના છોકરા અને 4 વર્ષની છોકરીનું મોત થયું હતું. 4 વર્ષીય છોકરી તેના મામાના ઘરે વેકેશન કરવા આવી હતી. ભાણીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે લઈ જવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.  ગુજરાતના અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા આગામી સપ્તાહમાં હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે. દાસ જણાવે છે કે, વિન્ડ પેટર્ન બદલાઈ છે, જેની અસર તાપમાન પર પણ પડી છે અને તેમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના સેન્ટરો પર તાપમાનમાં ઘટાડો થયો છે. પાછલા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું છે અને આગામી દિવસોમાં પણ હવામાન સૂકું રહેવાની આગાહી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવનો અને ગરમીના કારણે અકળામણ અનુભવાશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાનની આગાહી કરીને જણાવ્યું છે કે, 4 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. આ પછી ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Embed widget