જામનગર : પારિવારિક સંબંધોને શર્મસાર કરતી ઘટના, પુત્રવધુએ સસરા પર લગાવ્યાં દુષ્કર્મના આરોપો
જામનગર શહેરના પોષ વિસ્તાર કેતન સોસાયટીમાં વસવાટ કરતી પુત્રવધુએ પોતાના જ સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Jamnagar : જામનગરમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જામનગરમાં એક પુત્રવધુએ તેના સસરા પર શરમજનક આરોપો લગાવ્યા છે. જામનગરમાં પુત્રવધુએ તેના સસરા પર દુષ્કર્મના આરોપો લગાવી પોલીસ ફરિયાદ કરી છે. શહેરના પોષ વિસ્તાર કેતન સોસાયટીમાં વસવાટ કરતી પુત્રવધુએ પોતાના જ સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પુત્રવધુ પર સસરાએ ધાકધમકી આપી અને ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આમદાવાદમાં પણ આવો કેસ સામે આવ્યો હતો
ગત વર્ષે અમદાવાદ શહેરમાં પણ આવો જ કેસ સામે આવ્યો હતો. પરિણીતાએ ખૂદ પોતાના જ સસરા સામે છેડતીની ફરિયાદ કરતાં ખભળાટ મચી ગયો હતો. ઈચ્છા પૂરી કરવાનું કહી સસરાએ છેડતી કરી હોવાની પુત્રવધૂએ પોલીસ ફરિયાદ કરી હતી. 80 વર્ષીય સસરા રામભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ હતી. સૈજપુર બોઘા ખાતે રહેતા સસરા સામે પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
સસરાએ પુત્રવધૂ પર બગાડી નજર
આ ઘટના અમદાવાદ શહેરમાં ઘાટ વર્ષે ઘટી હતી. શહેરના દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. હવસખોર સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધૂ પર બળાત્કાર આચરતો હતો. પુત્ર ઘરે ન હોય ત્યારે ધાકધમકી આપી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. પરિણીતાએ દાણીલીમડા પોલીસમાં સસરા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
સસરાએ બેંક અધિકારી વહુને મોકલ્યા અશ્લીલ વીડિયો
ગત જાન્યુઆરી મહિનાની આ ઘટના છે. ગાઝિયાબાદની એક બેંકમાં અધિકારીના પદ પર કામ કરતી મહિલાએ તેના સસરા પર અશ્લીલ વીડિયો મોકલવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસ મામલાની તપાસ કરી હતી. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન મેટ્રોમોનિયલ સાઇટ્સ દ્વારા થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ સસરા તેના પર ખરાબ નજર કરતા હતા. સસરાએ અનેક વખત તેને જબરદસ્તીથી ભેટવાની કોશિશ કરી હતી. શરૂઆતમાં તેણે આ બધુ સહન કર્યુ હતુ પરંતુ સસરાની હરકતો અસહ્ય બની જતાં તેમે પોલીસ ફરિયાદ કરી હતી.