શોધખોળ કરો

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

Delhi Murder Suicide: પોલીસને શુક્રવારે બપોરે લગભગ 3.45 વાગ્યે આ બનાવની માહિતી મળી હતી. વેપારીનું નામ ઈસરાર અહેમદ હતું.

Delhi : દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં એક વેપારીએ પોતાની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. વેપારીએ પહેલા તેની પત્ની અને પુત્રીઓને ભોજનમાં નશાકારક દ્રવ્ય  ભેળવીને ખવડાવ્યુ  અને પછી માથામાં ગોળી મારી. ત્યારબાદ  તેણે પોતાના કપાળમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. 

પોલીસને શુક્રવારે બપોરે લગભગ 3.45 વાગ્યે આ મામલાની માહિતી મળી હતી. વેપારીનું નામ ઈસરાર અહેમદ હતું. દંપતી અને તેમની બે પુત્રીઓના મૃતદેહ તેમના ઘરની અંદરથી મળી આવ્યા હતા. ગોળી વાગવાથી ચારેયના મોત થયા છે.

શુક્રવારે બપોરે આ મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસ એવા તારણ પર આવી છે કે આ હત્યા બાદ આત્મહત્યાનો મામલો છે. પહેલા વેપારીએ પોતાની પત્ની અને બે દીકરીઓને નશાકારક દ્રવ્ય ખવડાવ્યું પછી તેમને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. 

પોલીસના જણાવ્યા અનુસાર ઇસરાર (40), પત્ની ફરહીન (35) જાફરાબાદના મટકે વાલી ગલીમાં બે પુત્રીઓ યાશિકા અને ઇનાયા અને બે પુત્રો રિયાન અને રહીદ સાથે રહેતા હતા. તે ત્રીજા માળે રહેતો હતો અને ઈર્શાદના માતા-પિતા અને ભાઈ અને તેનો પરિવાર પણ એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ માળે રહે છે. ઈસરારનો જીન્સનો બિઝનેસ હતો.

ઈસરારને ધંધામાં મોટું નુકસાન થયું
નોર્થ ઈસ્ટ ડીસીપી સંજય સૈને જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલો હત્યા બાદ આત્મહત્યાનો છે. ઈસરારને ધંધામાં ઘણું નુકસાન થયું હતું. આ સિવાય તેના પર દેવું પણ ઘણું  હતું. તેના મોબાઈલમાંથી એક વિડીયો મેસેજ મળી આવ્યો છે, જેમાં તેણે આ તમામ બાબતો જણાવી છે અને એમ પણ કહ્યું છે કે હું મારી પત્ની અને બંને પુત્રીઓની હત્યા કરીને આત્મહત્યા કરી રહ્યો છું. 

પોલીસને એક ઓટોમેટિક પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પિસ્તોલ ક્યાંથી લાવવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget