Crime News: 16 વર્ષની છોકરીને ડોક્ટર રૂમ પર લઈ ગયો ને બાંધ્યા શરીર સંબંધ, વાપી લઈ જઈ ફ્રેન્ડ સાથે પણ શરીર સુખ માણવાની પાડી ફરજ ને..........
Crime News: દીકરીની ઉંમરની સગીરા પર તબીબે નજર બગાડી હતી. તેને સારવારની વાતોમાં ભોળવીને રૂમ પર બોલાવી હતી અને ત્યાં અસલી ચહેરો બતાવી દુષ્કર્મ આચર્યુ હતું.
વલસાડઃ ગુજરાતમાં સગીરાઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. ક્યાંક સાવકો બાપ જ દીકરી પર દુષ્કર્મ ગુજારે છે તો ક્યાંક પરિચિતો જ શિકાર બનાવે છે. આ દરમિયાન કપરાડાની એક ગામની તરૂણીને સારવાર આપવાના બહાને રૂમમાં લઈને દુષ્કર્મ આચરનારા તબીબની જામની અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી.
શું છે મામલો
કપરાડાની રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો, ગજેન્દ્ર રોહીન સ્વાનશી ત્યાં જ રૂમ રાખીને રહે છે. કપરડા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા બીમાર પડતાં તેને અહીં સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં દીકરીની ઉંમરની સગીરા પર તબીબે નજર બગાડી હતી. તેને સારવારની વાતોમાં ભોળવીને રૂમ પર બોલાવી હતી અને ત્યાં અસલી ચહેરો બતાવી દુષ્કર્મ આચર્યુ હતું. આટલું ઓછું હોય તેમ તેણે સગીરાને દબાણમાં લાવી વાપી ખાતે રહેતા તેના પરપ્રાંતીય મિત્રા સાશે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. જે બાદ એક વખત બંને હવસખોરોએ એકસાથે તરૂણીને ભોગવી હતી.
આ અંગે તબીબ અને તેના મિત્ર સાથે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. હાલ જેલવાસ ભોગવી રહેલા તબીબની ચાર્જશીટ રજૂ થયા બાદ સ્પેશિયલ કોર્ટે જામીન પર મુક્ત થવાની અરજી નામંજૂર કરી હતી.
પતિ વિદેશ હોવાથી યુવતીએ અન્ય યુવક સાથે બાંધ્યા શરીર સંબંધ, સાસુ-સસરા પૂત્રવધૂને શરીર સુખ માણતાં જોઈ ગયાં ને.......
પંજાબના હોશિયારપુરથી એક મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને સાસુ-સસરાની નિર્દયતાથી હત્યા કરી હતી. મૃતકો ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી હતા. મહિલાનો પતિ વિદેશમાં રહે છે અને બંનેના લગ્ન લગભગ એક વર્ષ પહેલા જ થયા હતા. હાલ હત્યાના બંને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે. પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને હોશિયારપુર જિલ્લા નજીકના જાજા ગામમાં 56 વર્ષીય ભૂતપૂર્વ સૈનિક અને તેની પત્નીની કથિત રીતે હત્યા કરી અને તેમના મૃતદેહને સળગાવી દીધા. ટાંડાના નાયબ પોલીસ અધિક્ષક રાજકુમારે જણાવ્યું હતું કે પૂર્વ સૈન્ય કર્મચારી મનજીત સિંહ અને તેમની પત્ની ગુરમીત કૌરના આંશિક રીતે બળેલા મૃતદેહો શનિવારે રાત્રે જાઝામાં તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યા હતા.
મૃતકના પુત્ર રવિન્દર સિંહે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રવિન્દર કામ કરવા પોર્ટુગલ ગયો હતો. જુલાઈમાં રવિન્દર ભારત આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની મનદીપ કૌર મોબાઈલ ફોન પર કોઈ અન્ય સાથે વાત કરતી રહે છે. આ પછી રવિન્દર સિંહ તેની પત્નીનો મોબાઈલ લઈને પોર્ટુગલ ગયો હતો. સાસુ-સસરાએ પુત્રવધુને કોઈ સાથે અફેર હોવાનું જણાવ્યા બાદ તે ગયા મહિને ઘરે પાછો ફર્યો હતો.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મનદીપ કૌરને ખબર હતી કે તેનો પતિ શનિવારે ગુરદાસપુર ગયો હતો. આ પછી તેણે તેના પ્રેમી જસમીત સિંહને બોલાવ્યો અને તેણે ગુરમીત કૌરનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને મનજીત સિંહની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી. પોલીસે હત્યાના આરોપમાં મનદીપ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.