શોધખોળ કરો
Advertisement
બાયડઃ 20 વર્ષીય દીકરીની ગુમ થયા પછી કૂવામાંથી મળી લાશ, પરિવારને શંકા જતા યુવકને થાંભલા સાથે બાંધી ફટકાર્યો ને પછી....
સાઠંબા પંચાયતના પગીયાના મુવાડામાં 20 વર્ષીય યુવતી ગુરુવારે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આથી યુવતીની પરિવારે શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન યુવતીની લાશ ગામના કૂવામાંથી મળી આવી હતી.
બાયડઃ અરવલ્લી જિલ્લામાં 20 વર્ષીય યુવતીની કૂવામાંથી લાશ મળી આવતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને યુવક પર હત્યાની આશંકા રાખીને તેને ઘર પાસેનિા થાંભલા સાથે દોરડાથી બાંધી દીધો હતો અને ઢોર માર માર્યો હતો. જોકે, આ સમયે જ પોલીસ આવી પહોંચી હતી અને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લોકોને વિખેર્યા હતા. તેમજ યુવકને ટોળા પાસેથી છોડાવીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, સાઠંબા પંચાયતના પગીયાના મુવાડામાં 20 વર્ષીય યુવતી ગુરુવારે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આથી યુવતીની પરિવારે શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન યુવતીની લાશ ગામના કૂવામાંથી મળી આવી હતી. ગામના જ એક યુવકે યુવતીનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકાથી દીકરીના પરિવારે યુવકને તેના ઘરેથી પકડી પાડ્યો હતો અને થાંભલે બાંધીને ઢોર માર મારવાનું સરૂ કર્યું હતું.
દીકરાના યુવતીના પરિવારે બાંધીને માર મારવાનું શરૂ કરતા યુવકના પરિવારે સાઠંબા પોલીસને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ દીકરીના પરિવાર અને ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તેઓ ના સમજતા પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ટોળાને વિખેર્યું હતું. તેમજ યુવકને ટોળાથી છોડાવી વાત્રક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે યુવકના પરિવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement