Crime News: ઘોર કળિયુગ! ધોરાજીમાં નરાધમ પિતાએ સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, પત્ની રિસામણે જતા સગીરાને બનાવી હવસનો શિકાર
Crime News: પાટણવાવ વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતા પુત્રીના પવિત્ર સંબંધ ઉપર કલંક લગાવતા કીસ્સાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
Crime News: પાટણવાવ વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતા પુત્રીના પવિત્ર સંબંધ ઉપર કલંક લગાવતા કીસ્સાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના લાઠ ગામે હેવાન પિતાએ 6 મહિના સુધી સગીર દીકરીનો દેહ પિંખતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
ળિયુગી પિતાએ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું
પોલીસ ફરિયાદ બાદપાટણ વાવ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે નરાધમ પિતા દીકરી સાથે ન કરવાનું કામ કરતો હતો ત્યારે ડ પરદાદી જોઈ ગયા હતા. જે બાદ પરદાદીએ નરાધમને ધમકાવ્યો હતો. કળિયુગી પિતાએ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
પિતાની બીકને લઈ દીકરી કઈ બોલી શકતી નહોતી
17 વર્ષની મા વિહોણી દીકરી ઉપર પિતાએ સતત 6 મહિના થયા દુષ્કર્મ ગુજારતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પિતાની બીજી પત્ની રિસામણે જતા પિતાએ દીકરી ઉપર જ નજર બગાડી અને સતત છ મહિના સુધી હવસનો શિકાર બનાવી. તો બીજી તરફ પિતાની બીકને લઈ દીકરી કઈ બોલી શકતી નહોતી પણ પરદાદીએ ભાંડો ફોડતા નરાધમ પિતાની કરતુત બહાર આવી.
પોલીસે 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો
65 વર્ષીય પરદાદીની ફરિયાદ પરથી DYSP રોહિત ડોડીયાના માર્ગદર્શનમાં પાટણવાવ પીએસઆઇ કે એમ ચાવડાએ 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પિતાને પોલીસે ધોરાજી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આરોપી પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઉપરાંત નરાધમને કડકમાં કડક સજા થાય તેવી પણ માગ કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર પંથકમાં આ કિસ્સાએ ચકચાર જગાવી છે. હવે દીકરીઓ ઘરમાં જ સુરક્ષીત નથી તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
આ પણ વાંચો
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial