(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: સુરતમાં સ્પા માલિક સામે મારપીટ બાદ યુવતિએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ધંધામાં પાર્ટનરની પણ આપી હતી લાલચ
Surat News: સુરતના એક સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારી નોકરી છોડી દીધા બાદ માલિક પાસે તેનો બાકી નીકળતો પગાર માંગવા ગઈ હતી. આ સમયે મહિલા અને સ્પા સંચાલક વચ્ચે બોલાચાલી થયાનો વીડિયો વાયરલ થયો હતો.
Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં(surat) થોડા સમય પહેલા સ્પા સેન્ટરના (spa center) સંચાલક દ્વારા મહિલા કર્મચારીને માર માર્યાનો વીડિયો (viral video) સામે આવ્યો હતો. આ મામલે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સ્પા માલિક પિયુષ ગાંધીએ યુવતિને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ (relationship) બાંધ્યા હતા ઉપરાંત ધંધામાં પાર્ટનર (business partner) બનાવવાની પણ લાલચ આપી હતી. હાલ સમગ્ર મામલે પાલ પોલીસે આરોપી પિયુષ ગાંધીની ધરપકડ માટે ચક્રો ગતિમાંન કર્યા હતા.
શું છે મામલો
સુરતના પાલ વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં મહિલા કર્મચારી કામ કરતી હતી, પરંતુ તેણે કામ છોડી દીધા બાદ સ્પા સેન્ટરના માલિક પાસે તેનો બાકી નીકળતો પગાર માંગવા ગઈ હતી, આ સમયે મહિલા અને સ્પા સંચાલક વચ્ચે બોલાચાલી થઈ તે સમયે મહિલા પર હાથ ઉગામ્યો, જેનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સ્પા સંચાલક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના પાલ વિસ્તારમાં ભાગ્યરત્ન શોપિગ સેન્ટરમાં ચાલતા પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં બે દિવસ પહેલા એક મહિલા કર્મચારી તેના બાકીનો પગાર લેવા ગઈ હતી, આ સમયે સ્પા સંચાલક પિયુષ ગાંધી સાથે તેને બોલાચાલી થઈ, જેમાં મહિલાને લાફો ઝીંકવામાં આવ્યો, આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, પોલીસે મહિલા કર્મચારીની ફરિયાદ નોંધી પિયુષ ગાંધીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરત પોલીસ અનુસાર, મહિલા પહેલા આ સ્પા સેન્ટરમાં કામ કરતી હતી, તેને પગારની રકમ કઈક લેવાની બાકી હતી, પરંતુ સ્પા સંચાલક પિયુષ ગાંધીએ તેને આપવાની ના પાડી દીધી, અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો, હાલમાં મહિલાની ફરિયાદના પગલે પિયુષ ગાંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા એક સ્પા સેન્ટરના માલિકે વહેલી સવારે એક મહિલા કર્મચારીને ઢોર માર માર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો.ત્યારબાદ પોલીસે મહિલા કર્મચારીને ફરિયાદ માટે સમજાવી તેને વિશ્વાસમાં લઈ તેની ફરિયાદ લઈ સ્પા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.