શોધખોળ કરો

Gandhinagar : એક જ કુહાડીનો ઘા મારીને યુવકને ઊંઘમાં જ કરી દીધો ઠાર, સીસીટીવી આવ્યા સામે

માણસા તાલુકાના પરબતપૂરા સીમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ઠંડા કલેજે હત્યા કરવામાં આવી છે. સાથી કામદારના માથામાં કુહાડી મારી હત્યા કરવામાં આવી છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યાનો બનાવ છે.

ગાંધીનગરઃ માણસા તાલુકાના પરબતપૂરા સીમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં ઠંડા કલેજે હત્યા કરવામાં આવી છે. સાથી કામદારના માથામાં કુહાડી મારી હત્યા કરવામાં આવી છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યાનો બનાવ છે. સૂતેલા સાથી કામદાર પર ઘાતકી હુમલો કરીને હત્યારો ફરાર થઈ ગયો છે. અંગત અદાવતને લઈને હત્યા કરવાની પ્રાથમિક વિગત સામે આવી છે. 

હત્યારો અને ભોગ બનનાર બંને પરપ્રાંતિય છે. બંને લોકો બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, તમામ કામદારો રાતે સૂતા છે, ત્યારે એક કામદાર જાગે છે અને બધાને સૂતા હોવાની ખરાઇ કર્યા પછી પોતાના ગાદલા નીચે સંતાડી રાખેલી કુહાડી કાઢે છે. આ પછી તે એક કામદાર સૂતો છે અને તેની પાસે જાય છે અને તેને કુહાડીનો ઘા મારીને ઠંડા કલેજે ઉંઘમાં જ હત્યા કરી નાંખે છે. આ પછી તે ત્યાંથી ફરાર થઈ જાય છે. સીસીટીવીમાં અવાજ સાંભળીને એક વ્યક્તિ જાગી ગયો હોવાનું પણ જોઇ શકાય છે. જોકે, ચોક્કસ કયા કારણથી હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ પછી મોટો ખુલાસો થશે. 

Rajkot : યુવકે પરણીતા સાથે પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો....

રાજકોટઃ ગોંડલમાં રહેતી પરણીતા પર ત્રણ મહિના પહેલા પરીચિત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પતિને જાણ થઈ જતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પરણીતાને બેભાન હાલતમાં જ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરિચિત યુવકે પરણીતાને પરાણે હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ કરતાં હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણેક મહિના પહેલા ગોંડલ ખાતે રહેતી 27 વર્ષીય પરણીતાએ બપોરના સમયે એસિડ પીને પોતાના ઘરે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને તબિયત લથડતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ ખાતે ખસેવામાં આવી હતી. સૂસાઇડનો કેસ હોવાથી હોસ્પિટલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીને જાણ કરવામાં આવી હતી. આ પછી ગોંડલ સિટી પોલીસને આ અંગે જાણ કરતાં ગોંડલ પોલીસ પણ રાજકોટ દોડી આવી હતી અને પોલીસે પરણીતાનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાથમિક પૂછપરછમાં પરણીતાએ જેના પર દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો છે તે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. તેમજ અવારનવાર પરણીતાના વિસ્તારમાં ઘરે ઘરે દર્દીઓને દવા આપતો હતો. જેને કારણે તેને પરણીતા સાથે પણ સંબંધ કેળવાયો હતો અને તેમના ઘરે પણ આવતો જતો હતો. દરમિયાન ત્રણ મહિના પહેલા પરણીતા ઘરે એકલી હતી ત્યારે આ કમ્પાઉન્ડર આવી પહોંચ્યો હતો. 

તેમજ પરણીતાની એકલતાનો લાભ લઈ તેની પરાણે શરીરસુખ માણ્યું હતું. પતિને આ અંગે જાણ થતા પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ પોલીસે આરોપીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે.  હાલ પોલીસે IPC કલમ 354 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. પરિણીતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો-જતો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget