શોધખોળ કરો

Bhavnagar : દિવાળીના દિવસે જ પતિએ પત્નીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  દિવાળીના પર્વ પર તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરવામાં આવી છે.

ભાવનગરઃ ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  દિવાળીના પર્વ પર તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરવામાં આવી છે અન્ય બે લોકો મહિલાને બચાવવા જતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.   હત્યાના બનાવને લઈ ડી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ઈન્દિરાનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ  પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંકી હતી. બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.  હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાતવાતમાં ઝઘડાે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતભાઈએ પોતાના પાસે રહેલી છરી વડે પત્ની દીપુબેન પર અને અન્ય બે વ્યકિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા દીપુબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

Surat Crime News: સિંગણપોર તાપી નદીમાંથી માથા વગરની લાશ મળી આવતાં ચકચાર, જાણો વિગત

Surat Crime News: સિંગણપોર તાપી નદીમાંથી માથા વગરની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. લાશ મળ્યા બાદ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને હત્યા થયાની આશંકા છે.  મૃતકના ખિસ્સામાંથી વિપુલ મકવાણા નામના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ યુવકની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સામે આવ્યું નથી.

બનાસકાંઠામાં દારુ માટે પિતાએ સગા દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો

 થરાદના રાણેશરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને મોતના ઘાટ ઉતારી દીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારા પિતાએ દારૂ પીવાના પૈસા બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ  8 વર્ષીય પુત્રની હત્યા કરી નાખી. દારૂના પૈસા માગવાની લાહેમાં પત્નીને ઇજાગ્રસ્ત કરી પુત્રની ટોમી વડે હત્યા કરી નાખી. હત્યારા પિતા ડામરા પટેલની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર મામલે થરાદ પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચીને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 17 IPS અધિકારીઓની બદલી

  • રાજકુમાર પાંડિયનની રેલવેમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ રેલેવમાં બદલી
  • ખુર્શીદ અહેમદની ગાંધીનગરમાં પ્લાનિંગ ઓફ મોનિટરાઈઝેશનમાં બદલી
  • અજય ચૌધરીની સ્પે.બ્રાંચમાં એડિશનલ પોલીસ ઓફ કમિશ્નર તરીકે બદલી
  • મયંક ચાવડાની જૂનાગઢ રેંજ આઈજી તરીકે થઈ બદલી
  • ભાવનગર રેંજ આઈજી અશોક યાદવની રાજકોટમાં આઈજીપી તરીકે થઈ બદલી
  • સંદીપસિંહની વડોદરાના આઈજીપી તરીકે થઈ બદલી
  • ગૌતમ પરમારની ભાવનગર રેંજ આઈજી તરીકે થઈ બદલી
  • ડી.એચ.પરમારની અમદાવાદ રક્ષા યુનિવર્સિટીમાં થઈ બદલી
  • એમ.એસ.ભરાડાની અમદાવાદ સેક્ટર-2 તરીકે થઈ બદલી
  • ચિરાગ કોરડિયાની પંચમહાલ ગોધરા રેંજ આઈજી તરીકે થઈ બદલી
  • મનોજ નિનામાની વડોદરામાં ક્રાઈમ એન્ડ ટ્રાફિક ડિપાર્ટમેંટમાં થઈ બદલી
  • એ.જી.ચૌહાણની અમદાવાદ સિટીમાં એડિશનલ કમિશ્નર ઓફ ટ્રાફિક તરીકે થઈ બદલી
  • કે.એન.ડામોરની સુરતમાં એડિશનલ સેક્ટર-2 તરીકે થઈ બદલી
  • નિરજ બડગુર્જરની સેક્ટર-1 અમદાવાદ તરીકે થઈ બદલી

ભારતના ચૂંટણી પંચે શનિવારે ગુજરાતના સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી હતી. ચૂંટી પંચે કમિશન દ્વારા નિર્ધારીત શતો હેઠળ બદલી પોસ્ટિંગ સંબધિત અહેવાલ ફાઇલ ન કરવાના કારણે નોટિસ મોકલીને રિપોર્ટ માંગ્યો હતો. વિગતો મુજબ અધિકારીઓની સ્થિતિ સ્પષ્ટ કરવા કહેવાયું હતું કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં સમય મર્યાદા પૂરી થવા છતાં અહેવાલ શા માટે સબમિટ નથી કરવામાં આવ્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ અને ગુજરાત સરકારને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષથી સતત એક જિલ્લામાં ત્રણ વર્ષ પસાર કર્યા ય તેવા અધિકારીઓની બદલીનો નિર્દેશ આપ્યો હતો. રાજ્યમાં ચૂંટણા પહેલા ઘણા વિભાગોમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તાજેતરમાં 76 ડીવાયએસપીની બદલી કરાઈ હતી. 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલી થઈ હતી. આ પહેલા મહેસૂલ વિભાગના 7 ડેપ્યુટી કલેકટરની બદલીનો આદેશ અપાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
બુલેટ સ્પીડમાં શરીરમાં વધશે Vitamin B12, ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ
બુલેટ સ્પીડમાં શરીરમાં વધશે Vitamin B12, ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ્સ
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Gold vs Silver: અમેરિકા-વેનેઝુએલા તણાવ વચ્ચે સોનું ખરીદવું કે ચાંદી? 2026 માં ક્યાં મળશે બમ્પર રિટર્ન 
Gold vs Silver: અમેરિકા-વેનેઝુએલા તણાવ વચ્ચે સોનું ખરીદવું કે ચાંદી? 2026 માં ક્યાં મળશે બમ્પર રિટર્ન 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Embed widget