શોધખોળ કરો

રાજકોટમાં બોથડ પદાર્શના ઘા મારીને યુવકની હત્યા, સુરતમાં યુવકની છરીના ઘા મારીને હત્યા

ગુજરાતમાં આજે બે-બે યુવકોની હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં શાપર વેરાવળમાં યુવાનની હત્યા થઈ છે. સિમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. બોથડ પદાર્થથી યુવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

સુરતઃ ગુજરાતમાં આજે બે-બે યુવકોની હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં શાપર વેરાવળમાં યુવાનની હત્યા થઈ છે. સિમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. બોથડ પદાર્થથી યુવાનને માર માર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બે દિવસ પહેલા યુવાનની હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરાઈ.

સુરતના પાંડેસરા વિસ્તાર 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. પેટ અને છાતીના ભાગે ચાકુ મારી  પતાવી દેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. એક વર્ષ પેહલા પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશથી સુરત રોજગારી માટે આવ્યો હતો. દારૂના નશામાં ઝઘડો થયો હોય એમ મને લાગી રહ્યું છે, તેમ રામબાબુ ( મૃતક સાલું વર્માનો સબંધી )એ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી.

સુરત : છત પર ચડેલા દીકરાને માતા સાદ પાડીને બોલાવે તે પહેલા જ દીકરો કુદી ગયો હતો, જાણો વિગત

સુરત : માતાની નજર સામે જ સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના અડાજણના રાજહંસ વ્યુ કોમ્પ્લેક્સમાં હ્રદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ-12ના વિદ્યાર્થીએ માતાની નજર સામે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. કોમ્પલેક્સની છત પર ચડેલા વિદ્યાર્થીને માતા સાદ પાડે અને દીકરો સાંભળે તે પહેલાં જ નીચે કુદી પડતાં મોત થયું હતું.  દીકરાના મોતથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મરનારનું નામ શૌર્યમન મનીષ અગ્રવાલ (ઉ.વ.17)  છે. આજે સવારે લગભગ 10થી 10:15 વાગ્યાના અરસામાં શૌર્યમન ઘરમાંથી માનસિક તણાવમાં લિફ્ટમાં બેસીને ધાબા ઉપર જતા માતા પાછળ દોડી હતી. પણ છત ઉપર ચઢેલા દીકરાને બૂમ પાડે એ પહેલાં જ શૌર્યમનએ માતાની નજર સામે છલાંગ મારતા માતા હેબતાઈ ગયા હતા. બૂમાબૂમ કરી દેતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૌર્યમનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.

પોલીસ તપાસમાં શૌર્યમન ધોરણ-12નો વિદ્યાર્થી છે. તેને એક નાનો ભાઈ છે. જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં, પણ મૃતકના કાકા IT ઑફિસના કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget