શોધખોળ કરો
Gyanvapi Masjid: સર્વેનું કામ પૂરું, કોર્ટ શિવલિંગ મળ્યાના દાવા બાદ માત્ર 20 મુસ્લિમોને નમાજ પઢવાની અપી મંજૂરી, જાણો 10 મોટી વાતો
સુપ્રીમ કોર્ટ આ મુદ્દે આવતીકાલે સુનાવણી કરશે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને પી એસ નરસિમ્હાની બેંચ મામલે સુનવાણી કરશે.

જ્ઞાનવાપી મસ્જિદ
Gyanvapi Masjid: ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે-વીડિયોગ્રાફીનું કામ સોમવારે પૂરું થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે આવતીકાલે સુનાવણી કરશે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને પી એસ નરસિમ્હાની બેંચ મામલે સુનવાણી કરશે.
જાણો 10 મોટી વાતો
- સર્વે દળને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં નંદીની પ્રતિમા સામે વજૂ ખાના (મસ્જિદની અંદર લોકો નમાજ પઢતા પહેલા હાથ-પગ ધોવે તે જગ્યા) પાસે શિવલિંગ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
- ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લાની એક અદાલતે સોમવારે જિલ્લા પ્રશાસનને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં જ્યાં શિવલિંગ મળવાનો દાવો કર્યો છે તે હિસ્સાને સીલ કરવાનો આદેશ કર્યો.
- અદાલતે પોલીસ કમિશ્નરેટ વારાણીસ અને સીઆરપીએફ કમાંડેંટને સીલ કરવામાં આવનારા સ્થાનને સંરક્ષિત અને સુરક્ષિત કરવાની જવાબદારી સોંપી છે.
- અદાલતે જિલ્લાધિકારીને જ્યાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે તે સ્થાન પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ અને મસ્જિદમાં માત્ર 20 મુસ્લિમોને નમાજ પઢવાની મંજૂરી આપી છે.
- સોમવારે ત્રીજા દિવસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની સર્વે વીડિયોગ્રાફી કાર્ય સંપન્ન થયું.
- વારાણસીની અદાલતે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી પરિસરની સર્વે વીડિયોગ્રાફી કાર્ય કરવા માટે નિયુક્ત અધિકારી (કોર્ટ કમિશ્નર) અજય મિશ્રાને પક્ષપાતના આરોપમાં હટાવવાની માંગ સંબંધી અરજી ફગાવી દીધી હતી. અદાલતે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરાશે તેમ સ્પષ્ટ કર્યુ હતું.
- જિલ્લા અદાલતે કહ્યું હતું કે જો સર્વેક્ષણ ખાતર પરિસરના કેટલાક હિસ્સા સુધી પહોંચવા માટે ચાવી ઉપલબ્ધ ન હોય તો તાળા તોડવામાં આવી શકે છે. અદાલતે અધિકારીઓને સર્વે કામમાં અવરોધ ઉભો કરનારા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. અદાલતે સંપૂર્ણ પરિસરની વીડિયોગ્રાફી કરવા 17 મે સુધી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
- જિલ્લાધિકારી કૌશલ રાજ શર્મા અનુસાર કાશી વિશ્વનાથ મંદિર દ્વારા કાશી વિશ્વનાથ મંદિરની દ્વાર નંબર 4ને અદાલત દ્વારા બનાવવામાં આવેલા આયોગ (કોર્ટ કમીશન) કામ દરમિયાન ભક્ચો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
- વારાણસીની અંજુમન ઈંતજામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નીચલી અદાલતે જાહેર કરેલા સર્વેનો આદેશ 1991ના પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટની વિરુદ્ધમાં છે.અંજુમન ઈંતજામિયા મસ્જિદની અરજીમાં અલાહાબાદ હાઈકોર્ટ 21 એપ્રિલના આદેશને પડકાર્યો છે. તે દિવસે હાઈકોર્ટ મસ્જિદ પરિસરના સર્વે માટે કોર્ટ કમિશ્નર નિમવા માટે નીચલી અદાલતના આદેશ પર રોક લગાવવાની ના પાડી હતી.
- જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક છે. પાંચ મહિલા અરજીકર્તાએ અદાલતને તેની બાહરની દીવલો પર મૂર્તિઓ સાથે અન્ય જૂના મંદિર પરિસરની અંદર દ્રશ્યમાન અને અદ્રશ્ય દેવતાઓ સમક્ષ દૈનિક પૂજા પાઠ કરવાની મંજૂરી માંગી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દેશ
દેશ
Advertisement