શોધખોળ કરો

Surat Crime: સુરતમાં ઘરવખરી સસ્તા ભાવે વેચાણની જાહેરાત કરી લોકો સાથે કરોડો રુપિયાની છેતરપિંડી

સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે ઓનલાઇન ફ્રોડ કરનાર ભેજાબાજોની ધરપકડ કરી છે. ઘરવખરીની ચીજવસ્તુઓ સસ્તા ભાવે સોશિયલ મીડિયામાં મૂકી ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી.

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે ઓનલાઇન ફ્રોડ કરનાર ભેજાબાજોની ધરપકડ કરી છે. ઘરવખરીની ચીજવસ્તુઓ સસ્તા ભાવે સોશિયલ મીડિયામાં મૂકી ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રિમિનલો પણ ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. સુરતમાં ભેજાબાજોએ સાથે મળીને 27 રાજ્યોમાં કિચનવેર સસ્તા ભાવે વેચાણ કરવાની જાહેરાત કરી લોકો પાસેથી છેતરપિંડીથી 30 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ છેતરપીંડી અંગે  સરથાણા પોલીસને માહિતી મળતા જ પોલીસે કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે. 

સુરત ખાતે કિચનવેર સસ્તા ભાવે વેચાણની જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી અને લોકો સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 

ગુજરાત સિવાય દેશના 27 રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી.  લોકો સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરતના સરથાણામાં આ આરોપીઓ દ્વારા દુકાન ભાડે રાખવામાં આવી હતી.  માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કરેલા ત્રણ શખ્સોએ ફેસબુક પર  ફેક આઈડી તેમજ વેબસાઈટની જાહેરાત મૂકીને કિચનવેર તેમજ ઘરવખરી સસ્તા ભાવે લોકોને મળશે તેવી જાહેરાત કરી હતી. આ લોભામણી જાહેરાતમાં લોકો ફસાયા હતા અને  30 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

સરથાણા પોલીસે બાતમીના આધારે સાવલિયા સર્કલ પાસે પવિત્રા પોઇન્ટના સાતમા માળે મેરીટોન પ્લાઝામાં ત્રીજા માળે અને મોટા વરાછામાં આઇટીસી બિલ્ડિંગમાં આઠમાં મળે દુકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન આ સમગ્ર મામલો પોલીસની સામે આવ્યો  હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં એક આરોપી બીટેકનો અભ્યાસ કરી ચૂક્યો છે. બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ પણ કબજે કરી છે. 

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે  એક આરોપી ભાવનગર અને જુનાગઢથી સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ લાવતો હતો. આ ગેંગની  પાસેથી પોલીસને 700 ઇ-મેલ પણ મળ્યા છે. બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે 8 લેપટોપ, 2 કોમ્પ્યુટર, 21 મોબાઇલ, 32 સિમ કાર્ડ, 30 ATM કાર્ડ, 18 આધાર કાર્ડ પાનકાર્ડ પાસબુક,  બેન્કની કીટ, 1 કાર, 5 રબર સ્ટેમ્પ, 4 સ્વાઇપર, 4 રાઉટર અને 9 ક્યુઆર કોડ જપ્ત કર્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget