શોધખોળ કરો

Crime News : કેનેડામાં ભારતીય યુવતીની હત્યા, કારમાંથી શૂટરે બસ સ્ટોપ પર ઉભેલી વિદ્યાર્થિની પર કર્યું ફાયરિંગ

Crime News :હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેની લડાઈનું પરિણામ હતું, કારણ કે, બ્લેક  કારમાં સવાર એક યુવકે પર ગોળી ચલાવી હતી. બસ સ્ટોપ પર ઉભેલી વિદ્યાર્થીનીની છાતીમાં ગોળી વાગી હતી,

Crime News : કેનેડામાં ભારતીય લોકોની હત્યાનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. તાજેતરમાં એક યુવકની હત્યા બાદ હવે એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિની જ્યારે કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી.

કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી છે.

આ સમગ્ર મામલે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું કે અમે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ અવસાનથી ખૂબ જ દુઃખી છીએ. અધિકારીએ કહ્યું કે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તે એક નિર્દોષ પીડિત હતી જે બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ પામી હતી. સમગ્ર મામલાની તપાસ હજુ ચાલુ છે. તેણે વધુમાં કહ્યું કે અમે તેના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.                                        

કેવી રીતે વિદ્યાર્થીને ગોળી વાગી?

હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેની લડાઈનું પરિણામ હતું, કારણ કે, બ્લેક  કારમાં સવાર એક યુવકે પર ગોળી ચલાવી હતી. બસ સ્ટોપ પર ઉભેલી વિદ્યાર્થીનીની છાતીમાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ ફાયરિંગ કરનાર આરોપીને શોધી રહી છે.

આ મહિને બે ભારતીયોમા કેનેડામાં મોત થયા

હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, તેમને સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 7.30 વાગ્યે ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને હરસિમરતને છાતીમાં ગોળી વાગી હતી અને ખૂબ લોહી વહી રહ્યું હતું. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી  પરંતુ કમનસીબે તેની જિંદગી  બચાવી શકાય. આ ઘટના પહેલા 5 એપ્રિલે પણ એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં કેનેડામાં ભારતીય મૂળના બે લોકોની હત્યા કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયામાં નવસારીના યુવાનની હત્યાનો કેસ

યુવાનનો મૃતદેહ ઓસ્ટ્રેલિયાથી બીલીમોરા લવાયો હતો.મિહિર દેસાઈની છરીના ઘા ઝીંકી  હત્યા કરાઈ હતી.વિક્ટોરિયા પોલીસે 42 વર્ષીય એક શખ્સની આ કેસમાં  અટકાયત કરી છે. આરોપી અને મૃતક એક જ રૂમમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે.ય બંને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું હતું.  મિહિર દેસાઈનો મૃતદેહ પોતાના ઘરે આવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget