શોધખોળ કરો

પ્રેમમાં પાગલ પત્નીએ જ પ્રેમીના હાથે પતિનું ઢીમ ઢાળી દીધું, જામનગર પાસે કારની ટક્કરથી યુવકના મોતનો ભેદ ખુલ્યો

Crime News: પત્નીના પ્રેમીએ યુવક પર ચડાવી દીધી કાર, પ્રેમ સંબંધમાં અંધ બનેલી પત્નીએ જ પતિના લોકેશન આપી કાવતરું રચ્યું.

Jamnagar car accident murder: જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગતકાલે થયેલા કાર અને બુલેટ મોટરસાયકલના અકસ્માતના કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માત નહીં, પરંતુ હત્યા હતી. પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યું હતું. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા ૩૦ વર્ષીય રવિ ધીરજલાલ મારકણા ગઈકાલે સાંજે પોતાનું બુલેટ મોટરસાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે જ તેમની પાછળ આવી રહેલી થાર જીપના ચાલકે તેમને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં રવિ મારકણાનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થયું હતું.

પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ અકસ્માત લાગતો હતો, પરંતુ પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં શંકા ગઈ હતી, કારણ કે બુલેટ ચાલકને ઢસડ્યો હોવાના નિશાનો જોવા મળ્યા હતા. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં અક્ષયે કબૂલાત કરી હતી કે આ બનાવ અકસ્માત નહીં, પરંતુ હત્યા હતી.

અક્ષયે પોલીસને જણાવ્યું કે તે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. રીંકલે જ તેને માહિતી આપી હતી કે તેનો પતિ રવિ બુલેટ લઈને કાલાવડથી જામનગર આવી રહ્યો છે. પત્ની દ્વારા આપવામાં આવેલા લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે અક્ષયે ગઈકાલે સાંજે રવિનો પીછો કર્યો અને વિજરખી પાસે મોકો મળતાં તેની જીપ વડે તેને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી અક્ષયે આ હત્યાની કબૂલાત કરી લીધી છે અને તેમાં મૃતકની પત્ની રીંકલ પણ સામેલ હોવાનું જણાવ્યું છે.

પોલીસે આ સમગ્ર મામલે મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ વિરુદ્ધ હત્યા અને ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને મૃતક તથા આરોપીઓના વાહનો કબજે લીધા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અક્ષય પ્રેમમાં અંધ બનીને પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી ચૂક્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget